Ashish Parmar, Junagadh: ચૈત્રી નવરાત્રીમાં માં ની આરાધનાનું વિશેષ મહાત્મય રહેલું છે. જુનાગઢમાં ગિરનાર પર અંબાજી બિરાજમાન છે. ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરાધના માટે આજે અંબાજી મંદિર પરિસરમાં બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માઇ ભક્તો દ્વારા માતાજીના ચરણોમાં બેઠા ગરબા ગાઈને માતાજીની આરાધના કરવામાં આવી હતી. માતાજીની આરાધનામાં આ બેઠા ગરબા કરવામાં આવ્યા હોય તેવી પ્રથમ ઘટના પણ માનવામાં આવી રહી છે.
ડે.મેયર ગીરીશ કોટેચા એ જણાવ્યું હતું કે વર્ષમાં ચાર નોરતાઓ આવે છે જેમાં પણ ખાસ કરીને ચૈત્રી નોરતા હોય ત્યારે માની આરાધના અને માં ની સાધના કરવાનો પર્વ હોય છે. દુનિયાના કોઈપણ ખૂણે વસતા હિન્દુ લોકોમાં ચૈત્રી નોરતાનું મહત્વ છે.
તેઓએ જણાવ્યું હતું કે દર વર્ષે તેઓ પોતાના નિવાસ્થાને ચૈત્રી નવરાત્રી બેઠા ગરબાનું આયોજન કરતા હોય છે. પરંતુ આ વર્ષે ગિરનારની ટોપ પર મા અંબાના
મંદિરે પરિવાર અને 25 નાગર સભ્યો સાથે માં અંબાના સાનિધ્યમાં બેઠા ગરબાનું આયોજન કર્યુ હતુ.અને માતાજીની આરાધના કરી હતી.
50 થી 60 લોકો એ કર્યા બેઠા ગરબા
બેઠા ગરબા એટલે કે જમીન પર માતાજીની સમક્ષ બેસીને માતાજીની આરાધના કરવી અને ભજન કીર્તન કરવા 50થી વધુ માઇ ભક્તો આજે ગિરનારમાં બિરાજતા
માં અંબાના દર્શને પહોંચ્યા હતા અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ સાથે અહીં માતાજીના મંદિરમાં જ બેસી અને બેઠા ગરબા કરી માતાજીની આરાધના કરી હતી.
મંદિરની બહાર ગરબા રમ્યા
પારંપરિક શૈલીમાં ગરબા કરી માતાજીની પૂજન અર્ચન કરી અને ત્યારબાદ ગુજરાતીઓની પરંપરા મુજબ માતાજીની આરાધના કરતા ગરબા પણ રમવામાં આવ્યા હતા.
પ્રથમ વખત થયું અહીં આયોજન
અંબાજી મંદિર પર આ રીતે બેઠા ગરબાનું ક્યારેય પણ આયોજન થયું હોય તેવી ઘટના સામે આવી નથી પ્રથમ વખત એકસાથે 50થી વધુ લોકોએ અહીં માતાજીની સમક્ષ બેસી અને ગરબાનું ગાયન કર્યું હતું અને માતાજીની આરાધના કરી માતાજીના આશીર્વાદ લીધા હતા.