Home /News /junagadh /Junagadh : બ્રહ્મલીન ભારતીબાપુની બીજી પુણ્યતિથિ ઉજવાઇ, મનોદિવ્યાંગ બાળકોએ લીધો પ્રસાદ

Junagadh : બ્રહ્મલીન ભારતીબાપુની બીજી પુણ્યતિથિ ઉજવાઇ, મનોદિવ્યાંગ બાળકોએ લીધો પ્રસાદ

X
ભવનાથમાં

ભવનાથમાં ભારતી આશ્રમમાં આજે બ્રહ્મલીન ભારતીબાપુની બીજી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભવનાથમાં ભારતી આશ્રમમાં આજે બ્રહ્મલીન ભારતીબાપુની બીજી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    Ashish Parmar, Junagadh : જૂનાગઢમાં ભારતી આશ્રમ ખાતે આજે ભારતી બાપુની બીજી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી રહી છે. મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ બ્રહ્માલીન થયા તેને આજે બે વર્ષ વીતી ગયા છે. આજે તેમની બીજી પુણ્યતિથિ નિમિત્તે આશ્રમ ખાતે તેમની પૂજનવિધિ તથા શાસ્ત્રોક્તવિધિથી મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો.



    આ પ્રકારનું સમગ્ર કરાયું આયોજન
    આજે વિશ્વંભર ભારતી બાપુના બીજા પુણ્યતિથિના પ્રસંગે અનેક પ્રકારના આયોજન કરાયા હતાં. જેમાં સવારે બાપુની સમાધિનું પૂજન, શાસ્ત્રોક્ત વિધિથી મૂર્તિનું પૂજન, બાપુની ચરણ પાદુકાનો અભિષેક કરી અને તેનું પૂજન ત્યારબાદ બપોરે 1500 થી 2000 જેટલા સંતોને ભંડારામાં ભોજન કરાવાયું હતું.



    ભજન અને ભોજન અવિરત શરૂ રાખવા તે બાપુનો મંત્ર હતો
    વિશ્વંભર ભારતીબાપુ બ્રહ્માલીન થયા તેને આજે બે વર્ષ વીતી ગયા છે. પરંતુ અહીં આવતા દરેક ભાવિક ભક્તોને ભજન અને ભોજન અવિરત પણે કરાવવું તે એક મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુનો મંત્ર હતો અને આ જ મંત્રને હાલમાં અહીંના ગાદીપતિ મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીબાપુએ યથાવત રાખ્યો છે.



    રાત્રિના સમયે ભજનનો કાર્યક્રમ
    બપોરના સમયે ભવ્ય ભંડારામાં 1500 થી વધુ સાધુ સંતોને ભોજન કરાવ્યા બાદ સાંજ સુધીમાં 2500 જેટલા ભાવિક ભક્તોને પણ ભોજન કરાવ્યું હતું. આ કાર્યક્રમ બાદ રાત્રીના સમયે અહીં અનેક નામની અનામી કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે.
    માનસિક વિકલાંગ બાળકોના પણ કરાવાયું ભોજન
    અહીં ભંડારા સમયે માનસિક વિકલાંગ બાળકોને પણ બોલાવવામાં આવ્યા હતા અને અહીં દિવ્યાંગ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. સંતોની સાથે જ દિવ્યાંગ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.
    First published:

    Tags: Bhavnath Junagadh, Local 18

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો