જૂનાગઢનું વાતાવરણ આમ તો આબોહવાના અનુકૂળ નથી પરંતુ જૂનાગઢમાં છેલ્લા ત્રણ થી ચાર વર્ષોથી પતંગનું વેચાણ ધૂમ થઈ રહ્યું છે અને હાલ છેલ્લા કેટલાક વર્ષોથી પવનની ઝડપ પણ સમય અનુસાર જળવાઈ રહી છે.
Ashish Parmar Junagadh : ઉતરાયણ આવે એટલે પતંગ રસિકોમાં પતંગ ચગાવવા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે જૂનાગઢમાં પણ પતંગ રશિયાઓ ઉતરાયણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે 14 મી જાન્યુઆરીએ ઉતરાયણના પર્વમાં પતંગ રસિકો અલગ અલગ પ્રકારની પતંગ ખરીદવા માટે થનગની રહ્યા છે. જૂનાગઢમાં પણ અલગ અલગ પ્રકારની પતંગમાં પેટર્ન જોવા મળી રહી છે જેમાં 5 જાન્યુઆરી પછી વધારે પેટર્ન જોવા મળશે.
આગામી સમયમાં આવશે નવી પેટર્ન
જૂનાગઢમાં આગામી સમયમાં નવી પેટર્ન જોવા મળશે. આગામી 5 જાન્યુઆરીથી અલગ અલગ પ્રકારે હજુ ડીઝાઇન આવશે અને પતંગ રસિકોનો ઉત્સાહ વધુ વધશે તે ચોક્કસ છે.
અલગ અલગ પ્રકારની પતંગો, ફિરકીઓ, માંજા અને વિવિધ પીપુડીઓ પણ લોકો ખરીદી રહ્યા છે
14 મી જાન્યુઆરીએ અનુકૂળ પવન મળશે ?
જૂનાગઢમાં પતંગ ના રસિકો પતંગ ચગાવવા માટે જોરદાર તૈયારીઓ તો હાલમાં કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં અમુક વખત ઉત્તરાયણ ને દિવસે બિલકુલ પવન મળતો નથી તો સવાલ એ પણ થાય કે આ વર્ષે જૂનાગઢમાં પતંગ ચગાવવા યોગ્ય વાતાવરણ મળી શકશે કે કેમ તે સવાલ ઉઠી રહ્યો છે.
અવનવી ડીઝાઇન ના પતંગો
જૂનાગઢમાં અવનવી ડિઝાઇનના પતંગો હાલમાં 20 થી 200 સુધીના મળી રહ્યા છે ત્યારે માંજાની વાત કરવામાં આવે તો 100 થી લઈને 1500 સુધી અલગ અલગ પ્રકારના જેમ કે એકે 56, આર ડી ,શિવમ, બંદૂક, વર્ધમાન સહિતના અલગ અલગ નામોના માંઝાઓ વહેંચાઈ રહ્યા છે.
આ માંજાઓમાં તેની લંબાઈની મીટર આધારિત ભાવ બોલાતો હોય છે જેમાં અમુક 400 મીટર ,900 મીટર, 2500 મીટર અને 5,000 મીટર સુધીના લાંબા માંઝા જોવા મળે છે જૂનાગઢમાં છેલ્લા ચારથી પાંચ વર્ષથી પતંગનું ચલણ વધ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર