ભગવાન ભોળાનાથને કંકુ ચડતું નથી. હા, પરંતુ ફકત શિવરાત્રીનાં ભોળાનાથને કંકુ ચડે છે, તેમ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં મહંત ઇન્દ્રભારતીબાપુએ કહ્યું હતું.
Ashish Parmar, Junagadh: મહાશિવરાત્રી દરમિયાન શિવની ભક્તિનું અને પૂજનનું અનેરુ મહત્વ હોય છે. રાત્રિઓની વાત કરીએ તો મૂળ ચાર રાત્રી છે. ઓહરાત્રી, મોહરાત્રી, કાલરાત્રી કાલ રાત્રી અને શિવરાત્રી. આ શિવરાત્રીના પર્વ દરમિયાન લોકો શિવની અનન્ય ભક્તિમાં લીન થઈ જતા હોય છે. ત્યારે શિવરાત્રીમાં ભગવાન શિવને વર્ષમાં એક જ વખત કંકુ ચડે છે. આ કંકુ ચડવા પાછળની શું માન્યતા છે. આવો આ સમગ્ર વિગત જાણીએ જૂનાગઢના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ પાસેથી.
ભગવાન શિવ સહિત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ છે અનાદિ નથી
સંન્યાસ પરંપરામાં આ શિવરાત્રીનું અનેરૂ મહત્વ છે. જેમાં બ્રહ્મા ,વિષ્ણુ ,મહેશ આદિદેવ છે અનાદિ નથી. શિવરાત્રીમાં સનાતન ધર્મમાં ઘરની અંદર વિશેષ પૂજા થતી હોય છે અને શિવની અનન્ય ભક્તિમાં લોકો લીન થઈ જતા હોય છે.
ચાર પ્રહરની હોય છે વિશેષ પૂજા
શિવરાત્રીના દિવસે ચાર પ્રહરની વિશેષ પૂજા હોય છે. જેમાં દરેક દેવતાને કંકુ ચડે છે. પરંતુ શિવ એક એવા દેવ છે કે, જેને 365 દિવસમાં વર્ષમાં ફક્ત એક જ દિવસ એટલે કે, મહાશિવરાત્રીના દિવસે મધ્યરાત્રીએ કંકુ ચડે છે. શિવને એટલે કંકુ ચડતું નથી કારણ કે, તે અર્તનારેશ્વર છે.
ઇલ્હાબાદ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈન તે કુંભમેળાના ક્ષેત્રો છે. તેની જેમ જૂનાગઢનું ગિરનાર પણ એક ક્ષેત્ર માનવામાં આવે છે. કારણ કે, અહીં અનેક મહાત્માઓ શિવરાત્રીમાં નોમથી ચૌદસ સુધી આવે છે અને શિવનું તપ કરે છે.
એવું કહેવાય છે કે, મહાશિવરાત્રીમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ ભ્રમણ કરે છે. કોઈ ચક્ષુ જ તેને ઓળખી શકે છે.