અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા રવિવારે યોજાશે. 15મી નેશનલ સ્પર્ધા છે. જેમાં બીજી વખત જમ્મુ - કાશ્મીરનાં સ્પર્ધકો ભાગ લેશે. આ પહેલા વર્ષ 2016માં 6 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ વર્ષે 15 સ્પર્ધકો ભાગ લેશે.
Ashish Parmar Junagadh : જૂનાગઢમાં રવિવારે અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. જેમાં સમગ્ર ભારતના 13 રાજ્યોના 638 સ્પર્ધકો ભાગ લેશે. આ સ્પર્ધકોમાં સૌથી વધુ ગુજરાત રાજ્યના 180 સ્પર્ધકો ,બીજા ક્રમાંકે બિહારના 168 સ્પર્ધકો તથા દીવના 100 સ્પર્ધકો ભાગ લેશે.
આટલા રહેશે સિનિયર અને જુનિયર સ્પર્ધકો
કુલ 13 રાજ્યોના 638 સ્પર્ધકોમાં સિનિયર ભાઈઓ 309 , સિનિયર બહેનો 112 એમ કુલ 421 સિનિયર , જુનિયર ભાઈઓ 131 , જુનિયર બહેનો 86 આમ કુલ 217 જુનિયર સ્પર્ધકો ભાગ લેશે .
આ રીતે રહેશે ઇનામ
સ્પર્ધામા પ્રથમ ક્રમાંક આવનારને 50 હજાર, દ્વિતીય ક્રમાંકે આવનારને 25 હજાર અને તૃતીય ક્રમાંકે આવનારને 10 હજારનું ઇનામ આપવામાં આવશે. આમ કુલ 5 લાખ 50 હજાર રૂપિયાના ઇનામ સ્પર્ધકોને આપવામાં આવશે.
આ રાજ્યોના આટલા સ્પર્ધકો લેશે ભાગ
સમગ્ર ભારતમાંથી ગુજરાત રાજ્યના 180 , બિહારના 168, દિવના 100 , મહારાષ્ટ્રના 22, દમણના 1, હરિયાણાના 75, રાજસ્થાનના 20 ,ઉત્તર પ્રદેશના 29, મધ્યપ્રદેશના 23, ઝારખંડના 1 , કર્ણાટકના 3, જમ્મુ કશ્મીરના 15 તથા કેરળના 1 સ્પર્ધક મળી એમ કુલ 638 સ્પર્ધકો રવિવારે ગરવો ગઢ ગિરનાર ગિરનાર શર કરવા માટે દોટ મૂકશે.
રાજ્યકક્ષાએ ઈનામ , પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવશે
આ સ્પર્ધામાં આવનારા તમામ સ્પર્ધકોને ઇનામ, પ્રમાણપત્ર અને મેડલ પણ એનાયત કરવામાં આવશે. આ ઈનામ વિતરણમાં કુલ રકમ 5. 50 લાખના ઇનામનું વિતરણ કરવામાં આવશે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર