''ઓખી'' વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. ત્યારે ભરૂચ નજીકના સમુદ્રમાં 2 બોટ સાથે 4 નાવિક લાપતા છે. પરિક્રમાવાસીઓને ભાડભૂત કિનારે ઉતાર્યા બાદ 4 નાવિક લાપતા છે. મહત્વનું છે કે દહેજના વમલેશ્વરથી પરત નીકળેલી બે બોટ હજુ સુધી કિનારે પહોંચી નથી. મોડી રાત્રે ભાડભૂતથી બોટ રવાના થઈ હતી. તો બીજી તરફ અમરેલીના જાફરાબાદના દરિયામાં 2 બોટ 35 નોટોકલ માઈલ દુર ફસાઈ છે. મધદરિયામાં ફસાયેલી આ બોટમાં 9 માછીમારો ફસાયા છે. જેમાંથી 1 માછીમાર લાપતાં છે. જેથી તંત્ર દ્વારા માછીમારોને બચાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે..
જૂનાગઢ જિલ્લાના માંગરોળની એક બોટ જખૌ બંદરમાં ડૂબી હતી. જેમાં 6 માછીમારો સવાર હતાં તે તમામનો બચાવ કરી લેવામાં આવ્યો છે. તો ઉનાના રાજપરાની દરિયાઈ ખાડીમાં બોટ ડૂબી હતી. જો કે બોટમાં સવાર 8 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે. મહત્વનું છે કે બોટ ફિશિંગ કરી પરત ફરી રહી હતી તે સમયે આ ઘટના બની હતી. બાબુભાઈ બાંભણીયા નામના માલિકની બોટ ડુબી હતી.
આમ ''ઓખી'' વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં હોવાથી દરિયાઈ કિનારા પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cyclone Ockhi, Okhi cyclone