Home /News /junagadh /junagadh : તુવેર દાળ તૈયાર કરતા લાગશે માત્ર 24 કલાક, નવું સંશોધન, જુઓ Video

junagadh : તુવેર દાળ તૈયાર કરતા લાગશે માત્ર 24 કલાક, નવું સંશોધન, જુઓ Video

X
તુવેર

તુવેર માંથી દાળ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલું મશીન

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ તુવેરમાંથી દાળ બનાવવાના મશીનની શોધ કરી છે. દાળ તૈયાર કરવા માટે 8 દિવસનો સમય લાગતો હતો, તે હવે માત્ર 24 કલાકમાં દાળ તૈયાર થઇ જશે. યુનિવર્સિટીએ મશીનની પેટન્ટ મેળવવા માટે અરજી કરી છે.

Ashish Parmar, junagadh : જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં અલગ અલગ પ્રકારના સંશોધનો કરવામાં આવે છે. સમયાંતરે નવા સંશોધનો થવાથી ખેડૂતોને અનેક પ્રકારના લાભ મળી રહ્યા છે.જેથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવું સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં પાંચથી આઠ દિવસમાં જે તુવેર દાળ તૈયાર થાય છે. તે હવે માત્ર 24 કલાકમાં તૈયાર થઇ જશે.

તુવેર દાળ તૈયાર કરવા આટલી પદ્ધતિ ઉપયોગમાં લેવાય

તુવેરનું ફોતરૂં ખૂબ જ સખતાઇથી તેના દાણા સાથે ચીટકેલું હોય છે. જેને અન્ય કઠોળની જેમ સહેલાઇથી દુર કરી શકાતું નથી. હાલ તુવેરદાળ બનાવતા ઉદ્યોગમાં વેટ મીલીંગ, ડ્રાય મીલીંગ સીએફટીઆરઆઇ પદ્ધતિ, પંતનગર પદ્ધતિ , સીઆઇએફ પદ્ધતિ તથા આઇઆઇપીઆર પ્રક્રિયા વિગેરે જેવી પદ્ધતિ ઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરેક પ્રક્રિયાઓમાં ગુજરાતમાં ડ્રાય મીલીંગપદ્ધતિ વધુ પ્રચલિત છે. આ બધી પ્રક્રિયાઓમાં દાળ બનાવવા માટે 4 થી 7 દિવસ જેટલો સમય લાગે છે. આ પદ્ધતિઓ તુવેરના ફોતરાને સરળતાથી દૂર કરવામાં બહુ અસરકારક નથી. જેના કારણે પ્રક્રિયાની સમય વધુ લાગે છે, મજુરી ખર્ચ વધુ આવે છે અને મીલીંગ દરમ્યાન નુકસાન વધે છે અને આમ અંતે ઉત્પાદન ખર્ચ પણ વધુ લાગે છે.

આ રીતે કરવામાં આવે છે સમગ્ર પ્રક્રિયા

ઉત્સેચક આધારીત પ્રક્રિયામાં તુવેરના દાણાને ઉત્સેચકો સાથે મિશ્રિત અથવા ઉત્સેચકો આધારીત પ્રક્રિયામાં તુવેરમાંથી દાળ તૈયાર કરવા માત્ર 24 કલાક લાગે છે. જયારે અન્ય પધ્ધતિમાં 4 થી 7 દિવસ લાગે છે. આમ આ પ્રક્રિયાથી સમય, ખર્ચ અને ઉર્જાશકિતનો ઘણો બચાવ થાય છે અને મીલીંગ દરમ્યાન થતા નુકસાનમાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાથી તૈયાર કરેલી દાળને રસોઇ વખતે ચડવામાં ઓછો સમય લાગે છે.

મશીનની ક્ષમતા વધારવામાં આવશે

તાજેતરમાં જ દાળ તૈયાર કરતા ઉદ્યોગોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી આ પ્રક્રિયાને સ૨ળ બનાવવા માટે ગ્રેઇન ટ્રીટ મશીન વિકસાવામાં આવ્યું છે. પ્રાથમીક ધો૨ણે નાના સ્કેલના દાળ ઉત્પાદકો માટે 100 કિગ્રા તુવેરની ક્ષમતા વિકસાવવા તુવેરને ઉત્સેચકોની પ્રક્રિયા આપી શકે છે. ભવિષ્યમાં મોટા ઉદ્યોગો માટે મશીનની ક્ષમતા વધારવામાં આવશે.

મશીનની પેટન્ટ મેળવવા માટે અરજી કરી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ મશીનની પેટન્ટ મેળવવા માટે અરજી કરી છે. આ પેટન્ટ પાસ થઈ જતા ખેડૂતો માટે હવે આર્થિક સધ્ધરની વાતો માત્ર વાતો ન રહેતા ઉત્પાદન અને તેની પ્રોસેસ બાદ ખેડૂતોને સારું એવું વળતર પર મળી શકશે.
First published:

Tags: Junagadh Agriculture university, Junagadha, Local 18