15 દિવસમાં પણ સમય ન મળ્યો ??
આ સમગ્ર બાબતે જૂનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીની કામગીરી ને લીધે આ કામગીરી થઇ શકી નથી. સંબંધિત અધિકાર ને જાણ કરી દેવામાં આવી છે.
પરંતુ સવાલ એ ઉઠે છે કે,ફાયર સેફ્ટીતે આવશ્યક સેવામાં આવે છે. જેથી આટલા દિવસોમાં કોઈને આ કામગીરી ધ્યાને કેમ ન આવી તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે.
શું કહે છે વિપક્ષ
આ અંગે કોંગી કોર્પોરેટર લલિત પરસાણાએ જણાવ્યું હતું કે,દર વખતે જવાબદાર લોકોને બચાવી લેવામાં આવે છે. ગયા વર્ષે પણ આ બોટલો રીન્યુ કરવામાં નીરસતા રહી હતી અને આ વર્ષે પણ આ સમસ્યા યથાવત છે જલ્દીથી કામ થાય તે જરૂરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Commissioner, Junagadh news, Local 18