Home /News /junagadh /Mahashivratri 2023: મેળામાં આ વર્ષે શિવ ભક્તોને નહીં નડે કોઈ મુશ્કેલી, જાણો કેવી છે વ્યવસ્થા

Mahashivratri 2023: મેળામાં આ વર્ષે શિવ ભક્તોને નહીં નડે કોઈ મુશ્કેલી, જાણો કેવી છે વ્યવસ્થા

X
જૂનાગઢ

જૂનાગઢ નો ભવનાથ વિસ્તાર

છેલ્લા બે વર્ષથી કોરોનાના કપરા કાળને લીધે લોકો મેળાનો ભરપૂર આનંદ લઈ શક્યા ન હતા ગયા વર્ષે પણ ખૂબ ઓછી સંખ્યામાં લોકો આ મેળાનો આનંદ માણવા માટે આવ્યા હતા

Ashish Parmar Junagadh: છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે લોકો મેળાનો ભરપૂર આનંદ લઈ શક્યા ન હતા ગયા વર્ષે પણ ખૂબ ઓછી સંખ્યામાં લોકો આ મેળાનો આનંદ માણવા માટે આવ્યા હતા. પરંતુ આ વર્ષે કોરોનાનો સમયગાળો પૂર્ણ થઈ જતા હવે લોકો મન ભરીને આ મેળો માણી શકશે.

ગયા વર્ષે મેળો કોરોનાની ગાઈડલાઈન મુજબ ઉજવાયો હતો. મહા વદ નોમથી ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ થશે. મહાશિવરાત્રી ની રાત્રીએ સાધુ-સંતોની રવેડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મેળો સંપન્ન થશે. રવેડીના રૂટ પર શિવરાત્રીના દિવસે રોડ ઉપર 3580 મીટરની લોખંડની બેરીકેટ પણ કરવામાં આવશે.

પ્લોટીંગ અને ઉતારા આ મુજબ રહેશે

મહાનગરપાલિકા દ્વારા ધંધા-વ્યવસાય માટે 82 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. ઉતારા મંડળોને વન વિભાગ દ્વારા વન વિસ્તારમાં 37 ઉતારા મંડળો અન્નક્ષેત્રો માટે જગ્યા ફાળવવામાં આવી છે.

સફાઈ કામગીરી ની પણ રહેશે સુવિધા

શિવરાત્રીના મેળામાં રાઉન્ડ ધી ક્લોક સફાઇની કામગીરી કરવામાં આવશે. આ માટે 225 સફાઇ કામદાર, 17 સુપરવાઈઝર, 2 જનરલ સુપરવાઈઝર અને 1 લાઈઝીનીંગ અધિકારીને ફરજ સોંપવામાં આવી છે. ભવનાથમાં કુલ 9 સફાઇ રૂટ નિયત કરાયા છે. અન્નક્ષેત્રોમાંથી 6 જેટલા ડોર ટૂ ડોર વાહન મારફત ત્રણ દિવસ કચરો એકત્રિત કરશે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પાંચ સ્થળે મોબાઈલ ટોઇલેટની રહેશે સુવિધા

મહાશિવરાત્રીના મેળામાં જરૂરિયાત મુજબ પાંચ સ્થળે ભારતી આશ્રમ ગ્રાઉન્ડ, મંગલનાથબાપુની જગ્યા પાસે, જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ અને કચ્છી ભવન પાસે મોબાઈલ ટોઇલેટ મુકવામાં આવશે. આ ઉપરાંત સાત જાહેર શૌચાલય રહેશે જેની જાહેર જનતા લાભ લઈ શકશે

મેળામાં ચાર ફાયર ફાઈટર રહેશે તૈનાત

મેળા વિસ્તારમાં રીંગરોડ, જિલ્લા પંચયત ગેસ્ટ હાઉસ, ભવનાથ પોલીસ સ્ટેશન પાસે અને ભવનાથ ઝોનલ કચેરી પર ફાયર ફાઈટર રાઉન્ડ ધ ક્લોક કર્મચારીઓ સાથે રાખવામાં આવશે. કોઈ પણ આગ જેવી ઘટના ને પહોચી વળવા આ સ્ટાફ તૈનાત રાખવામાં આવશે

પીવાના પાણીની અગવડતા ન પડે તેનું પણ ખાસ ધ્યાન રખાયું

ભવનાથ ક્ષેત્રમાં મેળા દરમિયાન 5000 લીટરની ક્ષમતાવાળી કુલ 60 પીવાના પાણીની પી.વી.સી. ટાંકીઓ મુકવામાં આવશે. આ ઉપરાંત પાણી વિતરણ વ્યવસ્થા જળવાય રહે તે માટે સુપરવિઝન પણ કરાશે.

ભવનાથમાં મોબાઈલ ફ્રિકવન્સી વધારાશે

ભવનાથ મેળામાં લાખો ભાવિકો આવતા હોય કોમ્યુનિકેશન જળવાય રહે તેમજ યાત્રિકોને મોબાઈલ નેટવર્ક મળી રહે તે માટે મોબાઈલ કોલની ફ્રિકવન્સીમાં વધારો કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

કડક સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી છે

મેળા દરમિયાન યાત્રિકોની સુરક્ષા, સલામતી તેમજ ઈમરજન્સીમાં મદદ મળી રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત તેમજ ટ્રાફિક વ્યવસ્થા વગેરે માટે પુરતો પોલીસ બંદોબસ્ત રહેશે. પોલીસ તંત્ર દ્વારા પોલીસ, હોમગાર્ડ, એસઆરપી તેમજ અન્ય સુરક્ષા કર્મચારીઓ સહિત 2 હજારથી વધુનો સ્ટાફ બંદોબસ્ત જાળવશે.



મેળામાં 223 વધારાની એસ.ટી.બસ દોડશે

મેળામાં ભાવિકોને પરિવહન સગવડતા મળી રહે માટે એસ.ટી. તંત્ર દ્વારા બસ સ્ટેશનથી ભવનાથ માટે 56 મીની બસ દોડશે. જેનું ભાડું મુસાફર દીઠ 20 રહેશે. જ્યારે જૂનાગઢથી અન્ય મથકોએ જવા 173 મોટી બસ પણ દોડાવવામાં આવશે.
First published:

Tags: Fair, Junagadh news, Local 18, Lord shiva, Mahashivratri