Home /News /junagadh /Junagadh: પ્રજાના રૂપિયે ડે.મેયર ગીરીશ કોટેચાની દિવાળી; મનપાના ખર્ચે 1.43 લાખનો ફોન લીધો

Junagadh: પ્રજાના રૂપિયે ડે.મેયર ગીરીશ કોટેચાની દિવાળી; મનપાના ખર્ચે 1.43 લાખનો ફોન લીધો

જૂનાગઢ મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાએ ખરીદેલા રૂપિયા 1.43 લાખનો ફોન હાલ ચર્ચામાં છે. મહાનગર પાલિકાના ખર્ચે આ ફોન ખરીદ્યાનું સામે આવતા ભારે ચર્ચા જાગી છે. શહેરમાં આ મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે.

જૂનાગઢ મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાએ ખરીદેલા રૂપિયા 1.43 લાખનો ફોન હાલ ચર્ચામાં છે. મહાનગર પાલિકાના ખર્ચે આ ફોન ખરીદ્યાનું સામે આવતા ભારે ચર્ચા જાગી છે. શહેરમાં આ મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે.

Ashish Parmar,Junagadh: જૂનાગઢ મહાનગર પાલિકા આર્થિક રીતે ખાડે ગઈ છે, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બેફામ ખર્ચા કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ શહેરની પ્રજા રોડ, લાઈટ, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ત્યારે બીજી તરફ અધિકારી અને પ્રજાના પ્રતિનિધિઓ બેફામ રૂપિયા વેડફી રહ્યા છે. ત્યારે જૂનાગઢ મહાનગર પાલિકાના ડે. મેયર ગીરીશ કોટેચાએ રૂપિયા 1.43 લાખના ખર્ચે મોબાઈલ ખરીદો છે. આ મોબાઈલનું બિલ મહાનગર પાલિકાએ ભર્યું છે. પ્રજાના પૈસાનો મન પડે તેમ વેડફવામાં કરવામાં આવી રહ્યો છે.

સેમસંગ કંપનીનો છે ફોલ્ડ મોબાઈલ


ભાજપ પક્ષના ડે. મેયર ગીરીશ કોટેચએ કમિશનરને પત્ર પાઠવી કહ્યું હતું કે, હું ડે. મેયર તરીકે ચૂંટાયેલો છું. નિયમ મુજબ મને સેમસંગ કંપનીનો FOLD 3 મોબાઈલ 12/512 જીબી મોબાઈલ ફોન આપવા વિનંતી છે. આ પત્ર વર્ષ 2022 માં લખવામાં આવ્યો હતો. બાદ મહાનગર પાલિકા દ્વારા ફોનની રકમ મંજુર કરવામાં આવી છે. હાલ રજૂઆત કરેલા પત્રો અને બિલ સામે આવતા જૂનાગઢ શહેરમાં ભારે ચર્ચા જાગે છે.



શું કહે છે વિપક્ષ


વિપક્ષનો સંપર્ક કરવામાં આવતા જૂનાગઢના કોંગ્રેસી કોર્પોરેટર લલિત પરસાણાએ જણાવ્યું હતું કે,આ બધા અધિકારીઓને આવી કોઈ પણ સુવિધા આપવાની જોગવાઈ બીએમસી એક્ટમાં નથી. જૂનાગઢ મનપામાં ભાજપનું શાસન છે અને રાજ્યમાં પણ ભાજપની સરકાર છે. તેથી તમામ વસ્તુઓ મંજૂર કરવામાં આવે છે.



કમિશ્નરના ધ્યાનમાં નથી


મહાનગરપાલિકાના કમિશ્નર રાજેશ તન્નાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબત મારા ધ્યાને નથી. આ વસ્તુઓ સેક્રેટરીને ખબર હોય છે. તેમને પૂછો અને હું ટુરમાં છું. ત્રણ દિવસ પછી આવીને તપાસ કરીને જાણ કરી શકું. તેવો ઉડતો જવાબ આપ્યો હતો.



ઓડિટ રિપોર્ટમાં છે કરકસર કરવાનું સૂચન


જૂનાગઢ મહાનગર પાલિકામાં ઓડિટ કરવામાં આવ્યુ હતું. સમયે ઓડિટર દ્વારા બજેટની અંદર કરકસર કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. છતાં પણ આ રીતે ખર્ચ કરવામાં આવતા વિપક્ષ દ્વારા તપાસની માંગ ઉઠી છે.



વાહન પાછળ બેફામ ખર્ચ


જૂનાગઢ મહાનગર પાલિકામાં વાહનના પેટ્રોલ, ડીઝલ અને રીપેરીંગ પાછળ પણ બેફામ ખર્ચ થઈ રહ્યો છે. પરંતુ મહાનગર પાલિકાના અધિકારી કે પદઅધિકારીઓને કોઈ જ ફરક પડતો નથી.

First published:

Tags: Fraud, Junagadh news, Local 18, Mayor

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો