Home /News /junagadh /કેશોદના ઘસારીના મહંત મોજગીરી બાપુ લાપતા, વિસાવદરની મહિલા અને તેના જેઠ પર શંકાના વાદળ
કેશોદના ઘસારીના મહંત મોજગીરી બાપુ લાપતા, વિસાવદરની મહિલા અને તેના જેઠ પર શંકાના વાદળ
મોજગીરી બાપુ લાપતા
Mahant Mojgiri Bapu missing: કેશોદના ઘસારી ગામની ધાર્મિક જગ્યાના મહંત લાપતા થયાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી વિગતો પ્રમામે કાદાવાળી ખોડીયારના મહંત મોજગીરી બાપુ લાપતા થયા છે. એક માહિતી એવી પણ મળી રહી છે કે, વિસાવદરની મહિલા અને તેના જેઠ દ્વારા બાપુને બ્લેક મેઈલ કરવામાં આવતા હતા.
જુનાગઢ: કેશોદના ઘસારી ગામની ધાર્મિક જગ્યાના મહંત લાપતા થયાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી વિગતો પ્રમામે કાદાવાળી ખોડીયારના મહંત મોજગીરી બાપુ લાપતા થયા છે. એક માહિતી એવી પણ મળી રહી છે કે, વિસાવદરની મહિલા અને તેના જેઠ દ્વારા બાપુને બ્લેક મેઈલ કરવામાં આવતા હતા. જેથી તે બન્ને પર આશંકા વર્તાઈ રહી છે. પોલીસે આ બન્ને સામે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન પણ કર્યા છે.
મહંત લાપતા થતા લોકોમાં કુતુહલ સર્જાયો
આ પહેલા બાપુએ એક વીડીયો વાયરલ કર્યો હતો. બાપુએ કહ્યું કે, પોતે તેને બહેન માનતા હતા પરંતુ તેણે બાપુનો વીડિયો વાયરલ કરવાનું કહીને બ્લેકમેલ કરતી હતી. બાપુના કહેલા પ્રમાણે, ‘મહિલા અને તેના જેઠ અનેક સાધુને ફસાવી વીડિયો ઉતારીને તેમને બ્લેકમેક કરતા હતા. તે મહિલાએ મારો પણ વીડીયો બનાવ્યો હોવાની ધમકી આપે છે.’ આ મામલે સાધુએ આ વીડિયો પોલીસ સુધી પહોચાડીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોતે આત્મવિલોપન કરી લેશે.
ઉલ્લેખનીય છે કે, વિસાવદર પોલીસમાં આ બન્ને વિરુદ્ધ અનેક અરજીઓ થયેવી છે. બાપુએ રોતા રોતા વીડિયો વાયરલ કરી પોતાને બચાવી લેવાની વાત કરી રહ્યા છે. જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આત્મવિલોપન કરવાની વાત કરી પોતાને બચાવી લેવાની વાત કરી રહ્યા છે. પરંતુ હાલ બાપુ લાપતા થતા અનેક રહસ્યો સર્જાઈ રહ્યા છે. આખરે આ સાધુ ક્યા ગયા? શું તેમનું અપફરણ કરવામાં આવ્યું છે કે, પછી સાધુએ અત્મહત્યા કરી લીધી છે? આવા અનેક સવાલે થઈ રહ્યા છે. પરંતુ આ મામલે હકીકત શું છે તે મામલે તપાસ થવી જરૂરી છે.
નોંધનીય છે કે, આ મામલે વિસાવદર પોલીસમાં અનેક ફરિયાદો થઈ ચૂકી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બન્ને જણાઓએ અનેક સાધુઓ સાથે આ પ્રકારના ધંધા કરી તેમના વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકીઓ આપી તેમને બ્લેરમેલ કરતા હતા. બાપુના કહેવા પ્રમાણે તે મહિલાને બેન માનતા હતા અને આ ધંધા કરવાનું ના પાડતા તેમનો પણ વીડિયો બનાવી દીધો છે. તેમ કહી બ્લેકમેલ કરવામાં આવ્યા હતા.