Home /News /junagadh /Junagadh: પેરિસને ભુલાવી દે તેવી ઇમારતો; જાળવણીના અભાવે ખંઢેર બની
Junagadh: પેરિસને ભુલાવી દે તેવી ઇમારતો; જાળવણીના અભાવે ખંઢેર બની
જૂનાગઢનું દિવાન ચોક જે ઐતિહાસિક દરબાર હોલ મ્યુઝિયમ કહેવાય છે
જૂનાગઢ શહેરમાં ભવ્ય ઈમારતો આવેલી છે. પરંતુ જાળવણીના અભાવે ઈમારતો ખંઢેર બની ગઈ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઇમારતોની જાળવણી માટે સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Ashish Parmar, Junagadh: જૂનાગઢ શહેર ઐતિહાસિક શહેર છે. અહીં અનેક ઐતિહાસિક ઇમારતો આવેલી છે, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે ઇમારતો ખંઢેર બની ગઈ છે. તેમજ કેટલીક ઇમારતોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરીને દિવાન ચોક વિસ્તારમાં પહેલા સરકારી કચેરીઓ બેસતી હતી. બાદ કલેકટર કચેરી સહિતની કચેરીનું સ્થળાંતર થતાં આ ઈમારતો ખાલી પડી છે, જેના કારણે હાલ તેની હાલત દયનિય બની છે.
શહેરના વચ્ચે આવેલો દરબાર હોલ મ્યુઝિયમ દયનીય હાલત
જૂનાગઢના દિવાન ચોકમાં આવેલી ઐતિહાસિક ઇમારતોની સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. એક સમયે દિવાન ચોકમાં આવેલી તમામ ઇમારતો શહેરની ઓળખ હતી.
કલેકટર કચેરી સહિત મોટાભાગની સરકારી કચેરીઓ વિસ્તારમાંથી શહેરના અન્ય વિસ્તારમાં ખસેડવામાં આવી ત્યાર બાદ ઇમારતોની કોઈ ચોક્કસ કાળજી રાખવામાં આવી નથી. તંત્ર દ્વારા તમામ ઇમારતોનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ધરોહરની જાણવણી થાય તો ઘણો મળે ફાયદો
ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવામાં આવે તો ઇમારતો આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે. દૂર દૂરથી આવતા પ્રવાસીઓ અહીંની ચોક્કસ મુલાકાત લે અને અહીંના ઈતિહાસથી પરિચિત થાય. ઇમારતો સારી પરિસ્થિતિમાં હોય તો બહારથી આવતા પ્રવાસીઓ અહીં મુલાકાત લે અને અહીં પ્રવાસન સ્થળો તરીકે પણ નાના વેપારીઓને રોજગાર મળી શકશે.
રાજ્ય સરકાર સહાય જાહેર કરે
જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે, જવાબદાર તંત્ર જલ્દીથી ઈચ્છાશક્તિ દાખવી સત્વરે કોઈ કાર્યવાહી કરે તે જૂનાગઢના હિતમાં છે.રાજ્ય સરકાર દ્વારા ધરોહરની જાણવણી માટે સહાય જાહેર કરવામાં આવે છે,તેમ જૂનાગઢની તમામ ઇમારતો માટે પણ કોઈ સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર