Home /News /junagadh /

મંત્રોથી દાગીના 'પવિત્ર' કરવાનું કહી છેતરપિંડી આચરનારા બે ઠગ ઝડપાયા, આ રીતે કરતા હતા 'કળા'

મંત્રોથી દાગીના 'પવિત્ર' કરવાનું કહી છેતરપિંડી આચરનારા બે ઠગ ઝડપાયા, આ રીતે કરતા હતા 'કળા'

બે ઠગબાબાની ધરપકડ

Junagadh Cheating Case: ફરિયાદીએ કહ્યુ કે, "જૂનાગઢ બાયપાસ પાસે મને રોકી એક કારમાં એક સાધુ જેવો વ્યક્તિ બેઠો હતો. તેમણે મને સરનામું પૂછી કારમાં નિર્વસ્ત્ર હાલતમાં બેઠેલા સાધુના દર્શન કરવા કહ્યુ હતુ."

    અતુલ વ્યાસ, જૂનાગઢ: કહેવત છે કે લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. આ કહેવતને સાર્થક કરતા બનાવો સતત સામે આવતા રહે છે. જૂનાગઢ શહેરમાં સોનાના દાગીના મંત્રોથી પવિત્ર કરવાની લાલચ આપી સોનું પડાવીને છેતરપિંડી કરનાર બે ઈસમોને LCB પોલીસે મોબાઇલ ફોન, રોકડ અને બે કાર સહિત 4.91 લાખ રૂપિયાના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે ઉજ્જૈનના ચમત્કારિક બાબાની ઓળખ આપનાર નરસીનાથ (Narsinath) ઉર્ફ અચીયો સમજુનાથ ભાટી અને અમરનાથ નટવરનાથ પઢીયાર (Amarnath Natvarnath Padhiyar) (બંને રહેવાસી ગણેશપુરા, દહેગામ)ની ધરપકડ કરી છે. LCB પોલીસે બંને ઈસમોને આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હતા. બંનેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.  બંનેએ અલગ અલગ શહેરોમાં 17થી વધુ ગુનાઓ કર્યા હોવાની કબૂલાત આપી હતી.

    મળતી માહિતી પ્રમાણે થોડા દિવસ પહેલા તાલુકા પોલીસ સ્ટેશન (Junagadh Taluka police station)માં ભોગ બનનાર અરજણ હુણે ફરીયાદ નોંધાવી હતી કે, જૂનાગઢ બાયપાસ પાસે મને રોકી એક કારમાં એક સાધુ જેવો વ્યક્તિ બેઠો હતો. તેમણે મને સરનામું પૂછી કારમાં નિર્વસ્ત્ર હાલતમાં બેઠેલા સાધુના દર્શન કરવા કહ્યુ હતુ. બાદમાં ભોગ બનનાર તેમજ ફરિયાદી અરજણભાઈ પાસેથી તેઓ સોનાની ચેન, વિંટીને પવિત્ર કરવાને બહાને 63,000 રૂપિયાનો મુદામાલ લઈને કાર સાથે નાસી ગયા હતા.

    આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી: ગુજરાત માટે 24 કલાક 'ભારે'

    મદારી ગેંગના સભ્યોની ધરપકડ


    આ કેસમાં લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે કારના નંબર પરથી આ કાર સપના નરસી પઢીયારની હોવાનું શોધી કાઢ્યું હતું. તપાસ કરતા આ લોકો મદારી ગેંગના ઈસમો હોવાનુ સામે આવ્યું હતું. બાદમાં પોલીસને બાતમી મળી હતી કે બે કાર વેરાવળથી જૂનાગઢ તરફ આવી રહી છે. પોલીસે આ બંને કારને અટકાવી નરસીનાથ ઉર્ફે અચીયો સમજુનાથ ભાટી અને અમરનાથ નટવરનાથ પઢીયારની ધરપકડ કરી હતી.

    પોલીસે 4.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો


    પોલીસે બંને પાસેથી રોકડ, મોબાઈલ, બે કાર સહિત 4.91 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. એલસીબી પોલીસ તરફથી વધુ પૂછપરછ હાથ ધરતા બંનેએ અલગ અલગ શહેરોમાં 17થી વધુ ગુનાઓ કર્યા હોવાની કબૂલાત આપી હતી. LCB પોલીસે બંને ઈસમોને આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હતા. બંનેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ગુનો, ગોલ્ડ, જૂનાગઢ, ઠગાઇ, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन