Junagadh Lion hunting Live Video અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢમાં (Junagadh) અવારનવાર સિંહો (Lion in the city) રસ્તા પર આવી ચઢતા હોય છે. થોડા સમય પહેલાં જ એક હોટલમાં સિંહ આવી ચઢ્યો હતો અને તેનો વીડિયો ખૂબ વાયરલ (Lion Viral Video) થયો હતો. જોકે, આ વખતે ફરી એકવાર જૂનાગઢમાં સિંહો (Lion on Junagadh Road) રસ્તા પર આવી ચઢ્યા છે. સિંહો ન ફક્ત રાજમાર્ગો પર આવી ગયા પરંતુ સિંહોએ શિકાર પણ કર્યો. બે ડાલામથ્થાઓએ મળીને ગાયનું મારણ કર્યુ. આ ઘટનાથી રાહદારીઓના શ્વાસ અદ્ધર થઈ ગઈ હતા. ઘટનાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Junagadh Bhavnath Lion hunting Video) થઈ ગયો હતો.
બનાવની વિગતો એવી છે કે ભવનાથમાં સિંહોના શિકારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ લાઇવ વીડિયો ગઈકાલે રાતનો હોવાની ચર્ચા છે. જૂનાગઢનો ભવનાથ વિસ્તાર લગભગ જંગલની હદની નજીક છે છતાં અહીંથી પસાર થતાં રસ્તાઓ પર ઘણું કોમર્શિયલ બાંધકામ છે. આ વિસ્તારમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ તળેટીમાં બિરાજે છે તો વળી ગરવા ગિરનાર તરફનો રસ્તો પણ આ જ છે. રસ્તામાં દામોદર કુંડ પણ છે ત્યારે આ રસ્તે જૂનાગઢના રહેવાસીઓ મોટી સંખ્યામાં રાત્રે પણ આવનજાવન કરે છે.
દરમિયાનમાં ભવનાથમાં જંગલમાંથી સિંહો રસ્તા પર આવી ગયા હતા અને ગાયનો શિકાર કર્યો હતો. એક સાથે બે બે ડાલામથ્થાઓએ ગાયનું મારણ કર્યુ હતું. જોકે, રાહદારીઓની અવરજવરના કારણે સિંહો મારણ કરી અને જંગલમાં જતા રહ્યા હોવાની પણ વિગતો આવી છે.
" isDesktop="true" id="1129701" >
સિંહ સાથે સેલ્ફી કે વીડિયો લેવો અપરાધ છે
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વનવિભાગના નિયમ મુજબ સિંહો સાથેની સેલ્ફી લેવાની મનાઈ છે. આ ઉપરાંત સિંહોને ખલેલ પહોંચાડવી પણ ગુનો બની શકે છે. દરમિયાન જૂનાગઢમાં આ પ્રકારે સિંહોની અવરજવર હોવાથી વનવિભાગે પણ તકેદારી રાખવી જરૂરી છે જેથી નાગરિકો અને સિંહો એકબીજાના સંપર્કમાં ન આવી જાય અને કોઈને નુકસાન ન થાય.
થોડા સમય પહેલાં જ જૂનાગઢના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી એક મોટી હોટલના પાર્કિંગમાં કૂદકો મારી અને સિંહ આવી ગયો હતો. આ સિંહનું આવનજાવન હોટલના સીસીટીવીમાં કેદ થયું હતું. જોકે, જૂનાગઢના રેવન્યુ વિસ્તાર સાથે ગિરનારનું જંગલ જોડાયેલું છે. આ જંગલ વિસ્તારમાં સિંહોનો મોટી સંખ્યામાં વિસ્તાર હોવાથી જૂનાગઢમાં સિંહ હવે નવાઈની વાત રહ્યા નથી.