Ashish Parmar, Junagadh : ગિરનાર નેચર સફારી વિસ્તારમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. અહીં સિંહ નિહાળવા મળે છે. ત્યારે ગિરનાર નેચર સફારીમાં સિંહણ અને સિંહબાળનો મસ્તીનો વીડિયો સામે આવ્યો છે.
ગિરનાર નેચર સફારી પરના દૃશ્યો
ભાગ્યે જ જોવા મળતા આ દૃશ્યો ગિરનાર નેચર સફારી વિસ્તારના છે. જ્યાં સિંહણ પોતાના બચ્ચા સાથે મસ્તી કરે તેવો વીડિયો સામે આવ્યો છે. ગિરનાર જંગલ વિસ્તારમાં અનેક સિંહોનો વસવાટ છે અને અનેક જવલ્લે જોવા મળતી ઘટના અહીં આ વિસ્તારમાં જોવા મળતી હતી.ત્યારે હાલમાં આ દૃશ્યો જોઈને પ્રવાસીઓ અભિભૂત થઈ ગયા હતા.
પ્રવાસીઓને કર્યા સિંહ દર્શન અહી જંગલ વિસ્તારમાં અનેક સિંહોનો વાસ હોવાથી પ્રવાસીઓ સિંહોનો લડાઈનો વીડિયો, મેટિંગ સમયે સિંહણ અને સિંહની લડાઈ , સિંહોની ત્રાડ, સિંહ સિંહણની મસ્તી જેવી અનેક ઘટનાઓ અહીં આવતા પ્રવાસીઓ અચૂક પોતાના કેમેરામાં કેદ કરી લે છે.