જુનાગઢના વિલીંગ્ડન ડેમની સામેની બાજુએ સામાન્ય રીતે સિંહ લટાર મારતાં દૃશ્યમાન થાય છે. પરંતુ તાજેતરમાં સિંહ વિલીંગ્ડન ડેમની સાઈટ પર જોવા મળ્યો હતો. જ્યાં સામાન્ય રીતે સહેલાણીઓ ફરવા આવતા હોય છે. જેને લઇને વન વિભાગે પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.
જૂનાગઢ: જૂનાગઢમાં વિલીંગ્ડન ડેમ પર અવારનવાર સિંહ પરિવાર જોવા મળતો હોય છે. વધુ એક વખત વિલીંગ્ડન ડેમ પર એક સિંહ જોવા મળ્યો છે. દર વખતે સિંહ પરિવાર ડેમની સામેની બાજુ જંગલ વિસ્તારમાં જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે ડાલામથ્થો ડેમ સાઈટ ઉપર જ જોવા મળ્યો હતો. કે જ્યાં સહેલાણીઓ આવીને ડેમને નિહાળતા હોય છે.
અનેક વખત સિંહ પરિવાર જોવા મળ્યો
અનેક વખત સિંહ પરિવાર જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે એક સિંહ જે જગ્યાએ પ્રવાસીઓ ફરતા હોય છે. તે જગ્યાએ જોવા મળતા પ્રવાસીઓને પણ ઘડીભર સિંહ દર્શન થઈ ગયા હોય તો નવાઈ નહિ. હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પ્રવાસીઓની ભીડ પણ પ્રવાસન સ્થળોએ ભારે રહેતી હોય છે.
બપોરના સમયે ડેમની રેલીંગ પર સિંહની લટાર
બપોરના સમયે તડકાને લીધે પ્રવાસીઓનો ધસારો હોતો નથી. અનેક વખત ડેમની સામેની બાજુએ જંગલ વિસ્તારમાં એકલા સિંહ અને સિંહ નો પરિવાર પણ ક્યારેક જોવા મળતો હોય છે. ડેમની સામેની બાજુમાં આવેલો જંગલનો પટ વિસ્તાર છે. જે જગ્યાએ સિંહ પરિવાર આરામ ફરમાવતા હોય છે. પરંતુ તાજેતરમાં ડેમની રેલિંગના વિસ્તારમાં આંટાફેરા મારતો સિંહ નજરે પડ્યો હતો. જ્યાં સહેલાણીઓની અવર-જવર રહેતી હોય છે.
ડેમ સાઈટ પર સિંહની લટાર થી જંગલ વિસ્તારનો સ્ટાફ સતર્ક
ધોળા દિવસે સિંહની ડેમ સાઈટ પર લટારને લઈને વન વિભાગ નો સ્ટાફ પણ સતર્ક સતત થયો કારણ કે દિવસ દરમિયાન ડેમ સાઈટ ની સામેની બાજુએ સિંહ પરિવાર જોવા મળતો હોય છે આજે સિંહ જે જગ્યાએ પ્રવાસીઓ ફરે છે ત્યાં રેલિંગ વિસ્તારમાં જોવા મળતા વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ શરૂ કર્યું છે.