Home /News /junagadh /જંગલનો રાજા શહેરમાં: જૂનાગઢની હોટલમાં સિંહના આંટાફેરા, બનાવ સીસીટીવીમાં કેદ

જંગલનો રાજા શહેરમાં: જૂનાગઢની હોટલમાં સિંહના આંટાફેરા, બનાવ સીસીટીવીમાં કેદ

રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલમાં સિંહ.

Lion seen at Hotel in Junagadh: બીકનો માર્યો હોટલનો સિક્યુરિટી ગાર્ડ કેબિનમાં જ પૂરાયેલો રહ્યો.

જૂનાગઢ: સિંહને જંગલનો રાજા (Asiatic Lion) કહેવામાં આવે છે. જોકે, જંગલનો રાજા હવે શહેરમાં પણ આંટાફેરા મારવા લાગ્યો છે. જૂનાગઢ શહેર (Junagadh City)ની એક હોટલમાં સિંહ આંટાફેરા મારતો હોય તેવા દ્રશ્યો સીસીટીવી (CCTV)માં કેદ થઈ ગયા છે. હોટલમાં સિંહના આંટાફેરા જોઈને સિક્યુરિટી ગાર્ડ (Security guard) પર ડરનો માર્યો કેબિનમાંથી બહાર નીકળી શક્યો ન હતો. જોકે, સિંહ કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર અહીંથી ચાલ્યો ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ રેલવે સ્ટેશન (Junagadh Railway Station) નજીક આવેલી એક હૉટલમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા હતા. આ અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે સિંહ મુખ્ય દરવાજેથી કૂદીને હોટલની અંદર આવે છે. જે બાદમાં સિંહ પાર્કિંગ સહિતના સ્થળો પર આંટાફેરા મારે છે. થોડીવાર સુધી હોટમાં આમતેમ આંટાફેરા માર્યા બાદ સાવજ જ્યાંથી હોટલમાં પ્રવેશ્યો હતો ત્યાંથી જ દરવાજો કૂદીને બહાર નીકળી જાય છે.

આ પણ વાંચો: સુરત: લૉકડાઉનથી પેમેન્ટ ફસાતા  સૌરાષ્ટ્ર મૂળના સિરામિકના વેપારીએ ઝેરી દવા ગટગટાવી લીધી

સિક્યુરિટી ગાર્ડ ડરનો માર્યો બહાર ન નીકળ્યો

સિંહ જ્યારે હોટલમાં પ્રવેશ કરે છે ત્યારે હોટલનો સુરક્ષાકર્મી ડરનો માર્યો પૂરાયેલો રહે છે. સિંહ આવી ગયાની જાણ થતાં તે ફફડી ઉઠ્યો હતો અને કેબિનની અંદર જ પૂરાયેલો રહ્યો હતો. જોકે, હોટલમાં આંટાફેરા કરીને સિંહ પરત જતો રહેતા સુરક્ષાકર્મીએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: સ્કોલરશીપના બહાને વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ, 'ગંદી' હરકતો બાદ ફરિયાદ દાખલ

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ શહેરના જોશીપરાના સરદારપરા રહેણાંક વિસ્તારમાં સિંહ જોવા મળ્યો હતો. આમ જંગલમાં રહેતો સિંહ હવે રાત્રે બિન્દાસ બનીને શહેરમાં આંટાફેરા કરી રહ્યો છે. જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે આ બનાવ આઠમી ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે બન્યો હતો. સિંહે દોઢથી બે મિનિટ સુધી હોટલમાં આંટાફેર માર્યા હતા અને બાદમાં બહાર નીકળી ગયો હતો.
First published:

Tags: Animal, Asiatic Lion, Forest Department, જૂનાગઢ, સીસીટીવી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો