Home /News /junagadh /

જૂનાગઢ: જાંબુર ગામે દરગાહના દરબારમાં પહોંચ્યા સિંહ, ઘટના સીસીટીવીમાં કેદ; જુઓ વીડિયો

જૂનાગઢ: જાંબુર ગામે દરગાહના દરબારમાં પહોંચ્યા સિંહ, ઘટના સીસીટીવીમાં કેદ; જુઓ વીડિયો

દરગાહ ખાતે સિંહ કેમેરામાં કેદ.

Lion at Jambur village: બીજા એક બનાવમાં ગીર-સોમનાથના ઉનાના સામતેર ગામ ખાતે સિંહણે એક ગાયનો શિકાર કર્યો છે. ગામમાં મોડી રાત્રે અચાનક સિંહણ ચઢી આવતા તેણે રખડતી ગાયનો શિકાર કર્યો હતો.

    જૂનાગઢ: ગીરના જંગલો અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા ગામોમાં સિંહોના આટાફેરા સામાન્ય વાત છે. આવા બનાવ સીસીટીવીમાં પણ કેદ થતા રહે છે. હાલ સીદી લોકોની વસ્તી માટે જાણીતા જૂનાગઢના જાંબુર ગામ (Jambur village)નો એક વીડિયો સામે આવ્યો છે. અહીં ગામની શેરીઓમાં સિંહના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે. મળતી માહિતી પ્રમાણે સીદી લોકોની આસ્થા સમાનમ નગારચી પીરની દરગાહ (Nagarchi Pir Dargah) ખાતે સિંહ જોવા મળ્યા હતા. આ બનાવ બે દિવસ પહેલાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવું દ્રશ્ય ઊભું થયું હતું કે જાણે સિંહ દરગાહના દરબારમાં હાજરી આપવા પહોંચ્યા હોય.

    ગીર-સોમનાથ: સિંહે ગાયનું મારણ કર્યું


    બીજા એક બનાવમાં ગીર-સોમનાથના ઉનાના સામતેર ગામ ખાતે સિંહણે એક ગાયનો શિકાર કર્યો છે. ગામમાં મોડી રાત્રે અચાનક સિંહણ ચઢી આવતા તેણે રખડતી ગાયનો શિકાર કર્યો હતો. ગાય વાડી વિસ્તારમાં ઊભી હતી ત્યારે સિંહણે શિકાર કર્યો હતો. ગાય ઊભી હતી ત્યારે સિંહણે અચાનક તરાપ મારી હતી અને તેને ઢસડીને જાડીમાં લઈ ગયો હતો. સિંહણની શિકારથી ખેડૂતોમાં ભય ફેલાયો છે.

    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમાર વરસાદ



    આજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી (North Gujarat rainfall) છે. ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી (Gujarat heavy rain forecast) છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાતના ઊંઝા સહિત, વડનગર, ખેરાલુ મહેસાણામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. ઉંઝામાં સવારથી વરસાદી માહોલ વચ્ચે ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાવાને પગલે વાહન ચાલકો પરેશાન થયા છે. (વાંચો સમગ્ર અહેવાલ...)

    વ્યાજખોરોના માનસિક ત્રાસથી શેર બજારના દલાલે જીવન ટૂંકાવ્યું


    સુરતમાં એક યુવકે આપઘાત (Surat suicide case) કરી લીધો છે. વ્યાજખોરોના ત્રાસથી શેર બજારમાં દલાલીનું કામ કરતા યુવકે સાતમા માળેથી કૂદીને જીવ આપી દીધો છે. આ સાથે જ આપઘાત કરી લેનાર પ્રવીણ એલ કુંભાણી (Pravin Kumbhani)એ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)ને ન્યાય અપાવવાની પણ વાત સુસાઇડ નોટ (Suicide note)માં લખી છે. યુવકે લખેલી સુસાઇડ નોટમાં વ્યાજખોરોના ત્રાસની વાત લખવામાં આવી છે. સુસાઇડ નોટના જણાવ્યા પ્રમાણે યુવકે જેમને પૈસા આપ્યા હતા તેઓ પરત આપ નથી રહ્યા તેમજ જેમને પૈસા આપવાના છે તેઓ સતત માનસિક ત્રાસ આપી રહ્યા છે. આ મામલે કતારગામ પોલીસે (Katargam police station) ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)


    મગર બે કલાક સુધી યુવાનને લઇને નદીમાં ફર્યો


    કાળજુ કંપાવી દે એવી ઘટના વડોદરામાં (Vadodara) બની છે. વડોદરાના પાદરા તાલુકાના સોખડારાઘુ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં (Dhadhar river) એક મગરે (Crocodile viral video) 30 વર્ષના યુવાન પર હુમલો કરીને તેનો શિકાર બનાવ્યો હતો. યુવાનનો પગ લપસી જતાં તે અચાનક જ નદીમાં પડી ગયો હતો. યુવાન નદીમાં પડતા જ મગર તેને ખેંચી ગયો અને બે કલાક સુધી તે યુવાનને લઇને ફરતો રહ્યો હતો. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: જૂનાગઢ, સિંહ, સીસીટીવી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन