Home /News /junagadh /જૂનાગઢમાં વધી રહી છે દીપડાની દહેશત! રહીશો હાથમાં દંડો લઇને કરી રહ્યા છે રાતભર ચોકી પહેરો

જૂનાગઢમાં વધી રહી છે દીપડાની દહેશત! રહીશો હાથમાં દંડો લઇને કરી રહ્યા છે રાતભર ચોકી પહેરો

Junagadh News: સ્થાનિકો દ્વારા સોસાયટીમાં એકથી વધુ વખત દીપડો દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દીપડાની દહેશતથી વૃદ્ધો, બાળકો ઘરમાં પુરાયેલા રહે છે

Junagadh News: સ્થાનિકો દ્વારા સોસાયટીમાં એકથી વધુ વખત દીપડો દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દીપડાની દહેશતથી વૃદ્ધો, બાળકો ઘરમાં પુરાયેલા રહે છે

    જૂનાગઢ: બુધવારે ગાંધીનગરમાં દીપડો દેખાયો હતો ત્યારે માંગરોળમાં પણ દીપડોની દહેશતને કારણે લોકોની હાલાકી વધી છે. જૂનાગઢનાં માંગરોળમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. જૂનાગઢમાં દીપડો દેખાવવાને કારણે રહીશોનાં ઉજાગરા વધી ગયા છે. દીપડાની દહેશતને કારણે કગરાણા સોસાયટીના રહીશોના રાત ઉજાગરા વધી ગયા છે. રહીશો લાકડીઓ સાથે રાતભર જાગીને અને સતર્ક રહીને ચોકીપહેરો કરે છે. આ અંગે સ્થાનિકોએ વન વિભાગને પણ જાણ કરતા તપાસ શરૂ કરી છે.

    પાંજરે પુરવાની માંગ


    સ્થાનિકો દ્વારા સોસાયટીમાં એકથી વધુ વખત દીપડો દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દીપડાની દહેશતથી વૃદ્ધો, બાળકો ઘરમાં પુરાયેલા રહે છે અને દીપડાને વહેલી તકે પાંજરે પુરવા સ્થાનિકોની માગ કરી રહ્યા છે. આ પહેલા પણ જૂનાગઢના ઘણા વિસ્તારોમાં દીપડાના આંટાફેરાના બનાવો બની ચૂક્યા છે.

    આ પણ વાંચો: અમદાવાદમાં પઠાન ફિલ્મનો વિરોધ

    રહીશો કરી રહ્યાં છે ચોકી પહેરો


    આ અંગે સ્થાનિક રહીશે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, આ જગ્યાએ દીપડો દેખાયો છે. જેથી અમે આ અંગે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી છે. દીપડો કોઇ માસૂમ બાળક કે રહીશને નુકસાન ન કરે અને તે પહેલા જ તેને પાંજરે પૂરવાની અપીલ છે. હાલ તો અમે દિવસ રાત ચોકીપહેરો કરી રહ્યા છે.

    સોમનાથ- પોરબંદર હાઇવે પર પણ દેખાયો હતો દીપડો


    થોડા દિવસ પહેલા પણ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં દીપડો દેખાયો હતો. મોડી રાત્રીના 1:30 વાગ્યે સોમનાથ- પોરબંદર હાઇવે પર માંગરોળ નજીક દીપડો દેખાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટના માંગરોળના મિલ્લતનગર બાયપાસ નજીકની હતી. માંગરોળના ઉદીયાબાગ નજીક રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જવાની ઘટના વારંવાર બનતી રહે છે. આ બાબતે વન વિભાગને રહીશો દ્વારા જાણ પણ કરવામાં આવી છે.


    અહીં લોકોમાં રોષ છે કે, અનેક વખત રજૂઆત કરવા છતાં પણ દીપડો પાંજરે પુરાયો નથી.



    અનેક વિસ્તારોમાં દીપડાની રંજાળ હાલમાં જોવા મળી રહી છે.ત્યારે કોઈ જાનહાની પહેલા દીપડો પાંજરે પુરાય તે જરૂરી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, જુનાગઢ, દીપડો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन