Home /News /junagadh /Junagadh: શિયાળામાં લીંબુ થયા ખાટા; જાણો યાર્ડમાં કેટલા ભાવ રહ્યાં?

Junagadh: શિયાળામાં લીંબુ થયા ખાટા; જાણો યાર્ડમાં કેટલા ભાવ રહ્યાં?

જૂનાગઢ યાર્ડમાં લીંબુની આવક

જૂનાગઢ યાર્ડમાં શાકાભાજીની આવક સારી થઇ રહી છે. પરંતુ છેલ્લા સાત દિવસમાં લીંબુનાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં લીંબુનાં ભાવ એક કિલોનાં 20 રૂપિયાથી લઇને 25 રૂપિયા રહ્યાં હતાં.

Ashish Parmar ,Junagadh : સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં લીંબુનાં ભાવ આસમાને પહોંચતા હોય છે. પરંતુ જૂનાગઢમાં શિયાળાની સિઝનમાં લીંબુનાં ભાવે ગૃહિણીઓનો સ્વાદ ખાટો કરી નાખ્યો છે. જૂનાગઢ યાર્ડમાં લીંબુનાં ભાવમાં વધારો થયો છે. એક કિલોનાં 25 રૂપિયાથી વધુ બોલાયા છે. છેલ્લા એક સપ્તાહની ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

9 જાન્યુઆરીએ એક મણનાં 600 રૂપિયા ભાવ બોલાયો હતો

જૂનાગઢ યાર્ડમાં લીંબુની આવક થઇ રહી છે. લીંબુનાં ભાવમાં વધારો દેખાયો છે. છેલ્લા એક સપ્તાહમાં લીંબુનાં ભાવ એક મણનાં 400 રૂપિયાથી લઇને 500 રૂપિયા સુધીનાં રહ્યાં છે.



જોકે વચ્ચે તારીખ 9 જાન્યુઆરીનાં યાર્ડમાં લીંબુનાં ભાવ એક મણનાં 300 રૂપિયાથી લઇને 600 રૂપિયા સુધીનાં બોલાયા હતાં.



યાર્ડમાં છેલ્લા એક સપ્તાહનાં ભાવ કેટલા રહ્યા ?

તારીખ ભાવ

4/1/23 400થી 500

5/1/23 400 થી 500

6/1/23 400 થી 500

7/1/23 400 થી 500

9/1/23 300 થી 600

10/1/23 300 થી 550

11/1/23 400થી 500



છેલ્લા સાત દિવસમાં સૌથી વધુ આવક સાત જાન્યુઆરીએ

જૂનાગઢ યાર્ડમાં લીંબુની સામાન્ય આવક થઇ રહી છે. આજે યાર્ડમાં 26 ક્વિન્ટલ લીંબુની આવક થઇ હતી. છેલ્લા સાત દિવસમાં તારીખ 7 જાન્યુઆરીનાં 30 ક્વિન્ટલ લીંબુની આવક થઇ હતી. આજે દિવસે એક મણ લીંબુનાં 400 થી 500 રૂપિયા ભાવ રહ્યાં હતાં.
First published:

Tags: Junagadh news, Lemon, Local 18, Market yard

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો