Home /News /junagadh /Junagadh : 2018માં 140 ગિરનારી ગીધ હતા, 2022માં કેટલા ?

Junagadh : 2018માં 140 ગિરનારી ગીધ હતા, 2022માં કેટલા ?

X
હાલમાં

હાલમાં ગીધની વસ્તી ગણતરી પ્રક્રિયા પૂર્ણ

જૂનાગઢના ગિરનારમાં ગીધનો વસવાટ છે. જૂનાગઢ સહિત રાજ્યમાં ગીધની ગણતરી કરવામાં આવી હતી. જૂનાગઢમાં વર્ષ 2018માં ગિરનારી ગીધ 140 નોંધાયા હતા. વતર્માન ગણતરીમાં ગીધની સંખ્યા વધવાની શક્યતા છે.

Ashish Parmar, Junagadh : જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં બે દિવસ ગુજરાત ગીર ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ગીધની ગણતરી શરૂ કરવામાં આવી હતી. ગીધની વસ્તી ધરાવતા અને સંભવિત સ્થળો પર ગણતરી કરવામાં આવી હતી. જેમાં પાંજરાપોળ, મૃત પ્રાણીઓના નિકાલની જગ્યાઓ ,નારીયેળી વગેરે ઉગાવાવાળી જગ્યા ઉપર ગીધની ગણતરી કરવામાં આવી રહી હતી. વર્ષ 2018 બાદ વર્ષ 2022માં ગણતરી હાથ ધરવામાં આવી હતી. ગણતરીમાં ગીધની વસ્તી વધી છે કે ઘટી ? ચાલુ વર્ષની ગણતરીના આંકડા આવ્યા બાદ જ ખ્યાલ આવશે. પરંતુ હાલમાં ગીધની સંખ્યા વધી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.



ગિરનાર રેન્જમાં 13 ટીમે ગણતરી કરી

ગીધની વસ્તી ગણતરી માટે ગિરનાર રેન્જમાં અલગ અલગ 13 ટીમો બનાવવામાં આવી હતી. જેમાં ગીધની અવર-જવર,તેના સાંકેતિક કોડ, કેટલી ઊંચાઈ પર ઉડે છે ? અને કઈ જગ્યાએ જાય છે ?અંગે અવલોકન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બાબતના અવલોકન સતત બે દિવસ સુધી કરવામાં આવ્યું હતું. બે દિવસ સતત તેની ગણતરી કરવામાં આવી છે. હવે આ રિપોર્ટ વન વિભાગના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવશે. ગીધને શેડ્યુલ વન કક્ષાનું પક્ષી ગણવામાં આવી રહ્યું છે.



વર્ષ 2018માં ગિરનારી 140 ગીધ નોંધાયા હતા

2018માં ગીધની વસ્તી ગણતરી સમયે ગિરનારી ગીધ 140 નોંધાયા હતા. ત્યારે રાજગીધ પાંચ નોંધાયા હતા. આ સિવાય વણ ઓળખાયેલા ગીધ તરીકે બે ગીધ નોંધાયા હતા.વર્ષ 2018માં ગીધનો આંકડો 147 એ પહોંચ્યો હતો. હાલમાં આંકડો વધ્યો હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ આંકડાની ખરી હકીકત તો ગાંધીનગરથી આંકડા બહાર પાડવામાં આવશે,ત્યારે જ ખ્યાલ આવશે. સમગ્ર રાજ્યમાં જ્યાં પણ ગીધ હોવાની શક્યતાઓ છે અને વસવાટ કરે છે ત્યાં આ ગણતરી કરવામાં આવી હતી. હાલ તો સમગ્ર રાજ્યમાં ગીધની આ વસ્તી ગણતરી પૂર્ણ થઈ ગઈ છે.
First published:

Tags: Forest Department, Junagadha, Local 18