Home /News /junagadh /જૂનાગઢનો ક્રૂર કિસ્સો: 13 વર્ષની દીકરીને પ્રેતાત્મા કહી પિતાએ જ આગમાં હોમી, માતાએ આપ્યું જીવનદાન

જૂનાગઢનો ક્રૂર કિસ્સો: 13 વર્ષની દીકરીને પ્રેતાત્મા કહી પિતાએ જ આગમાં હોમી, માતાએ આપ્યું જીવનદાન

મેલી વિદ્યાનો ભોગ દીકરી, હવનમાં દીકરી હોમાઈ દીકરી

અંધશ્રદ્ધાને લઈને અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, જેને જોઈને આપણે ચોંકી ઉઠીએ છીએ. તેવો જ એક કિસ્સો જૂનાગઢથી સામે આવ્યો છે. જણાવી દઈએ કે, કેશોદના પીપળી ગામની સીમમાં કાદાવાળી ખોડીયાર માતાજીના મંદિરે હવન દરમિયાન એક માસૂમ દીકરીને આગમાં હોમી તેની બલી ચઢાવવાનું કૃત્ય કરવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
Ashish Parmar Junagadh : કેશોદના પીપળી ગામની સીમમાં કાદાવાળી ખોડીયાર માતાજીના મંદિરે ગજેરા પરિવારે પોતાના જ પરિવારની સગીર દીકરીમાં મેલી વિદ્યા અને પ્રેત આત્મા છે તેવું કહીને, કુમળા ફૂલ જેવી દીકરીના હાથ અને પગને આગમાં હોમીને બલી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

શું હતો સમગ્ર મામલો

આ અંધશ્રદ્ધાના કિસ્સાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. કેશોદ તાલુકાના પીપળી ગામની સીમમાં કાદાવાળી ખોડિયાર માતાજીના મંદિરે ગજેરા પરિવાર દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હવનમાં ગજેરા પરિવારે ડાકલા અને હવનનું આયોજન કર્યું હતું. જેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી.

આ પણ વાંચો: અંધશ્રદ્ધાઃ બાળક ન થતાં પરિવારના લોકો શૈતાન બન્યા, વહુને સ્મશાનમાં લઈ જઈ હાડકાનો પાવડર ખવડાવ્યો

ગજેરા પરિવારની પુત્રવધુ રેખાબેન (નામ બદલાવેલ છે) પોતાના પતિથી સાત વર્ષથી અલગ રહે છે. જેને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. પરિવારે આ હવનમાં આવવા રેખાબેનને કહ્યું હતું. આ આમંત્રણને કારણે રેખાબેન પોતાની ત્રણ દીકરીઓ સાથે કાદાવાળી ખોડીયાર માતાજીના મંદિરે પહોંચ્યા હતા.



દીકરીને બે દિવસ ભૂખી રાખીને ધુણાવી

માતાજીના મંદિરે પહોંચ્યા બાદ રેખાબેન ગજેરાની સગીર દીકરીને બે દિવસમાં ભૂખી રાખવામાં આવી હતી. હવનમાં ભુવાઓ અને પરિવાર દ્વારા આ દીકરીમાં પ્રેત આત્મા હોવાનું કહેવામાં આવ્યું હતું. ગંભીર વાત તો ત્યારે બની કે, જ્યારે આ દીકરીના પિતા પણ આ હિચકારી ઘટનામાં સામેલ હતા. ગજેરા પરિવાર અને ભુવાઓ દ્વારા સાચા ખોટાના પારખા કરવા બે દિવસો સુધી ભુખી રાખી સતત ધુણાવી રહ્યા હતા. આ સાથે જ, આ સગીર દીકરીના હાથમાં કોલસા આપ્યા અને ખુલ્લા પગે આગમાં ચલાવવામાં આવી હતી.

આ પણ વાંચો: જામનગરમાં અંધશ્રદ્ધાના દ્રશ્યો, કુંડાળું કરી ઢીંગલી-ઇંગ્લિશ દારૂની બોટલ મૂકી

માતા બચાવવા જતા તેના પર કર્યો હુમલો

પોતાની સગીર દીકરીને બચાવવા જતા માતા અને તેમની દીકરીઓ પર પરિવારના લોકો દ્વારા જ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ બાદ, પોતાનો જીવ બચાવવા માતા પોતાની દીકરીઓ સાથે ત્યાંથી ભાગી છૂટી હતી. ત્યારબાદ માતા રેખાબેન ગજેરા દીકરીને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવી હતી.

દીકરીને હોસ્પિટલમાં દાખલ કરાઈ

આ ઘટનામાં ભોગ બનનાર ગજેરા પરિવારની 13 વર્ષની દીકરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તે આ હિચકારી ઘટનાથી ગંભીર રીતે હેબતાઈ ગઈ છે. તે રડતા અવાજે બોલી કે, તેના કુટુંબના સભ્યો દ્વારા તેનામાં મેલી વિધા હોવાનું જણાવી બે દિવસ સુધી ભૂખી રાખીને આજે સાંજે કેશોદના પાડોદર ગામે તેમના પારિવારિક હવન પ્રસંગમાં ધુણાવી અને બાદમાં તેની બલી ચડાવવા માટે સળગતી જ્વાળામાં હાથ નંખાવી, સળગતા કોલસા પર ચલાવવમાં આવી હતી.



જેને લઇને સ્થળ પર હાજર તેમની માતા રેખાબેન ગજેરા તેની દીકરીનો જીવ બચાવી ત્યાંથી ભાગીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દીકરીને દાખલ કરી હતી, આ અંગે રેખાબેને જણાવ્યું કે, તે તેમના પતિથી 7 વર્ષથી અલગ રહે છે, તેને સંતાનમાં 3 દીકરી છે. ત્યારે આજે તેમના પતિના પરિવારમાં ધાર્મિક હવન હતો એટલે તેઓ ગયા હતા, પરંતુ તેમની નણંદ, દિયર સહિતના પરિવારના લોકો દ્વારા બે દિવસથી ડાકલા વગાડી આવી અંધશ્રધ્ધામાં આવીને બલી ચઢાવવા જઇ રહ્યા હતા, અને તેઓ જીવ બચાવીને ભાગી આવ્યા છીએ. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસમાં દોડધામ મચી જવા પામી છે અને સત્યને બહાર લાવવા આગળની તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Crime news, Dharma Astha, Junagadh news