Home /News /junagadh /Junagadh : જૂનાગઢના જ્વેલર્સના વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા વિવિધ ઓફર આપી

Junagadh : જૂનાગઢના જ્વેલર્સના વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા વિવિધ ઓફર આપી

શહેરની વચ્ચે આવેલું પ્રમુખ જ્વેલર્સ 

સોનાને ખરીદીમાં અત્યારે જુનાગઢમાં પણ મોખરે છે જૂનાગઢમાં અગ્રગણ્ય સોનાના શોરૂમ આવેલા છે અને બીજા નાની મોટી પેઢી તો ખરી જ એટલે આ વર્ષે સોનાનું વેચાણ પણ વધારે રહેવાની શક્યતા છે આ બાબતને ધ્યાને લઈને સોની વેપારીઓ દ્વારા અત્યારથી જ પોતાની માર્કેટમાં તૈયારીઓ શરૂ કરી દીધી

વધુ જુઓ ...
    Ashish Parmar Junagadh : આવનારા દિવસોમાં હવે હિન્દુ ધર્મની સૌથી મોટી પર્વ એટલે કે દિપાવલી આવી રહી છે ત્યારે દશેરા ધનતેરસ અને દિવાળી નિમિત્તે સોનાની ખરીદી માટે લોકો બજારમાં ઉમટી પડશે છેલ્લા બે વર્ષથી કોરોના સમયને લીધે અનેક લોકો પોતાના તહેવાર ઉજવી નહોતા શક્યા ગયા વર્ષે દિવાળીની ઉજવણી પણ થોડી ઝાંખી રહી હતી કારણ કે ગત વર્ષ આખું લોકોએ મંદીમાં પસાર કરવું પડ્યું હતું. પરંતુ આ વર્ષે સુખાકારીનું રહેતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે અને દિવાળી સમયે દશેરાથી જ તહેવારની ઉજવણીઓ જોરશોરથી શરૂ થઈ જશે તેવું લાગી રહ્યું છે

    જવેલર્સ દ્વારા અલગ અલગ ઓફરો મુકવામાં આવી

    સોનાને ખરીદીમાં અત્યારે જુનાગઢમાં પણ મોખરે છે જૂનાગઢમાં અગ્રગણ્ય સોનાના શોરૂમ આવેલા છે અને બીજા નાની મોટી પેઢી તો ખરી જ એટલે આ વર્ષે સોનાનું વેચાણ પણ વધારે રહેવાની શક્યતા છે આ બાબતને ધ્યાને લઈને સોની વેપારીઓ દ્વારા અત્યારથી જ પોતાની માર્કેટમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે દશેરા બાદ તુરંત જ દિવાળીની ખરીદી પણ શરૂ થઈ જશે જેથી ધનતેરસ અને દિવાળીમાં સોનાની ખરીદી માટે લોકો બજારમાં ઉમટશે તે માટે વેપારીઓ દ્વારા અલગ અલગ યોજનાઓ બજારમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત સોના પર છુટ,સોનાની ખરીદી પર છૂટ ,અલગ અલગ પ્રકારના ડિસ્કાઉન્ટ, સ્ક્રેચ કાર્ડ કુપન ,અલગ અલગ પ્રકારના ડ્રો ,કાર સહિતની વસ્તુઓ જેવી અનેક યોજનાઓ સોની વેપારીઓ દ્વારા હાલમાંથી જ બહાર પાડી દેવામાં આવી છે...


    હાલ તો વૈશ્વિક સ્તરે સોનાના અને ચાંદીના ભાવમાં વધઘટ થતી જોવા મળી રહી છે પરંતુ લગ્નસરાની સિઝન અને દિવાળીની સિઝન આવતી હોવાથી સોના ચાંદીના ભાવમાં ભારે ઉછાળો આવે તેવી સૌ વેપારીઓ આશા રાખી રહ્યા છે ઉપરાંત દિવાળીના તહેવારોમાં સોનાની ખરીદી ની ધૂમ બજાર નીકળે તે માટે જ્વેલર્સ અલગ અલગ ગ્રાહકો માટે ઓફર લઈને આવી રહ્યા છે ત્યારે જૂનાગઢના સોની વેપારી ભાઈઓમાં દશેરા થી સીઝન પુર બહારમાં ખીલશે અને લગ્નની સિઝનમાં પણ જમાવટ રહેશે તેવી આશા રાખી રહ્યા છે.

    સોનુ સંકટ સમયની બારી છે

    જુનાગઢ સોની બજારના એસોસિએશનના સેક્રેટરી કમલેશભાઈ અવલાનીએ જણાવ્યું હતું કે સોનુ સંકટ સમયની બારી છે જો ઘરમાં ભૂકંપ આવે અને તમે તમારા ગળામાં કે તમારા શરીર પર સોનુ પહેર્યું હશે તો તમે ભૂખ્યા નહીં રહો કારણકે અગર તમારી પાસે જો કોઈ મિલકત હશે તો તેનું તુરંત લાભ તમને નહીં મળે પરંતુ સોનું જ એક એવી વસ્તુ છે જેનાથી તમને તુરંત લાભ મળે આ સિવાય જો તમારી પાસે 15 થી 20 વર્ષ જૂનું સોનું હશે તો હાલમાં તેના બેથી ત્રણ ગણા વધારે વળતર મળશે જેથી જેટલું જૂનું સોનું એટલા વધુ પૈસા હાલમાં મળી રહ્યા છે. રોકાણની વાત કરવામાં આવે તો સૌથી વધુ સોનુ જ બેનિફિટ આપે છે તેવું પણ જણાવ્યું હતું.
    First published:

    Tags: ગોલ્ડ

    विज्ञापन
    विज्ञापन