Home /News /junagadh /Gujarat rainfall Video: અષાઢી મેઘની મહેર, ધોધમાર વરસાદ બાદ જૂનાગઢના આ ડેમના નજારા પરથી નહીં હટાવી શકો નજર

Gujarat rainfall Video: અષાઢી મેઘની મહેર, ધોધમાર વરસાદ બાદ જૂનાગઢના આ ડેમના નજારા પરથી નહીં હટાવી શકો નજર

ધોધમાર વરસાદને કારણે જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે.

Gujarat monsoon video: ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદના કારણે જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. જયારે આણંદપુર નજીકનો ઓઝત વીયર ડેમ પણ ઓવરફ્લો થયો છે.

જૂનાગઢ : રાજ્યમાં (Gujarat monsoon) સૌરાષ્ટ્ર (rain in Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (rain in South Gujarat) અષાઢી મેઘ અનરાધાર વરસી રહ્યા છે. ત્યારે રાજ્યનાં અનેક ડેમો ઓવરફ્લો (Gujarat Dam overflow) થતાં સુંદર નજારો સર્જાયો છે. ત્યારે ગિરનાર પર ધોધમાર વરસાદને કારણે જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ (willingdon dam, junagadh) ઓવરફ્લો (dam overflow) થતા લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં 10 ફૂટ પાણીની આવક થઇ છે. ત્યારે આ ડેમનો અહલાદક નજારો જોવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે.

ગિરનાર જંગલમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયો છે. ધોધમાર વરસાદના પગલે સોનરખ નદીમાં ભારે પૂર આવતા દામોદર કુંડ પણ છલકાયો હતો. બીજી તરફ ગીરનાર પર્વત પર ઝરણા વહેતા થયા છે. જેથી લોકોમાં ખુશીનો માહોલ છે. આ ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રગહ્યો છે. આ શહેરના ઝાંઝરડા રોડ, મધુરમ, ટીંબાવાડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. જેમાં વરસાદના પગલે ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હતું.

ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, તંત્ર સજ્જ

ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદના કારણે જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. જયારે આણંદપુર નજીકનો ઓઝત વીયર ડેમ પણ ઓવરફ્લો થયો છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદથી ડેમમાં સતત ચાર દિવસથી અવિરત પાણીની આવક થઈ છે. જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતા શહેરની પાણીની સમસ્યા હળવી બની રહેશે તેવી લોકોને આશા છે.

રાજકોટમાં ટ્રેન નીચે આવી ગયા બાદ પણ બાળકનો થયો ચમત્કારિક બચાવ



આ ઉપરાંત જૂનાગઢના વંથલીના થાણાપીપળી ગામમાં આભ ફાટ્યા જેવો વરસાદ વરસ્યો છે. જેમાં એક કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા સમગ્ર ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જ્યારે ગામમાં કેડ સમા પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં છે. આ ઉપરાંત જૂનાગઢના માળીયા હાટીનામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં માળીયા હાટીનામાં બે કલાકમાં ધમાકેદાર એક ઈંચ વરસાદ ખાબક્યો છે.
First published:

Tags: Gujarat Weather Forecast, Gujarat weather update, Monsoon 2022, જૂનાગઢ, હવામાન