જૂનાગઢના વાઘેશ્વરી મંદિર પાસે એકસાથે 6 સિંહ દેખાયા છે. સિંહ એક ગાય પાછળ દોડી રહ્યા છે.ત્યારે જ એક રિક્ષા ચાલક પસાર થતા તે સિંહને જોઈ રિક્ષા ભગાડી મૂકે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
Ashish Parmar,Junagadh : જૂનાગઢના વાઘેશ્વરી મંદિર પાસેના સીસીટીવીમાં એક સાથે છ સિંહનું ટોળું શિકાર પાછળ દોટ મૂકતું જોવા મળ્યું હતું અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રમાણમાં વાઇરલ થયો છે . જૂનાગઢની બાજુમાં જંગલ વિસ્તાર આવેલો હોવાથી અવારનવાર વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તારમાં પ્રવેશ કરી લે છે.વન્ય પ્રાણીઓ શહેરમાં આવવાની ઘટના પ્રથમ વખત બની નથી. પરંતુ અવારનવાર વન્ય પ્રાણીઓ જૂનાગઢ શહેરમાં જોવા મળ્યા છે.
ગાયની પાછળ દોટ લગાવી સિંહના ટોળાએ
સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે,સૌપ્રથમ ગાય ત્યાંથી દોટ લગાવતી નીકળી જાય છે અને ત્યારબાદ એક સાથે છ સિંહનો ટોળું તેની પાછળ દોટ લગાવતું નજરે પડે છે.
રિક્ષા ચાલકે રિક્ષા ભગાડી નીકળી ગયો
સાંજના સમયે વાઘેશ્વરી મંદિરે દર્શન માટે લોકોની ભીડ પણ રહેતી હોય છે. સદનસીબે સિંહનું ટોળું પસાર થયું ત્યારે કોઈપણ રાહદારી ન હતા.ત્યાં બાકી સિંહના ટોળાને જોઇને પોતાના હોંશ ખોઈ બેસેત. જોકે એક રીક્ષા ચાલક સિંહના ટોળાને જોઈને ફટાફટ ત્યાંથી રિક્ષા લઈને નીકળી જાય છે.
બે દિવસ પહેલા સોસાયટીમાં દીપડો આવી ચડ્યો હતો
બે દિવસ પહેલા જ જૂનાગઢના સક્કરબાગ ઝૂની બાજુમાં આવેલી કરીમાબાદ સોસાયટીમાં દીપડો આવી ચડ્યો હતો. ઘરમાંથી દીપડો નીકળતો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા હતા. ત્યારે આ બે દિવસ બાદ ફરીથી સિંહનો ટોળું વાઘેશ્વરી મંદિર પાસે જોવા મળ્યું છે.