Home /News /junagadh /Junagadh : 80 વર્ષ વટાવી ચૂકેલા મતદારોનું થયું રેડ કાર્પેટ પર સ્વાગત

Junagadh : 80 વર્ષ વટાવી ચૂકેલા મતદારોનું થયું રેડ કાર્પેટ પર સ્વાગત

વયોવૃદ્ધ મતદારો સાથે જિલ્લા કલેકટર

લોકશાહીને સુદ્રઢ બનાવવા માટે એક સંવાદ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કલેકટરે પોતાના નિવાસ્થાને 80 વર્ષ વટાવી ચૂકેલા વયોવૃદ્ધ મતદારો સાથે મતદાન વિશેના અનુભવો અંગે વાતચીત કરી હતી અને નવ યુવાનોને મતદાન તરફ પ્રેરવા માટે અપીલ કરી હતી.

વધુ જુઓ ...
  ASHISH PARMAR JUNAGADH : આગામી સમયમાં ગુજરાત રાજ્યની ચૂંટણી આવી રહી છે હવે ચૂંટણીને થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે વધુમાં વધુ લોકો મતદાન તરફ પ્રેરિત થાય અને મતદાન કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જે અનુસંધાને જિલ્લા કલેકટર રચિત રાજ દ્વારા પોતાના નિવાસસ્થાને 80 વર્ષથી વધુ વયના વયોવૃદ્ધ લોકોને બોલાવવામાં આવ્યા હતા અને તેમનું રેડ કાર્પેટ પર સન્માન કરાયું હતું 80 વર્ષ વટાવી ચૂકેલા વૃદ્ધ લોકો ને પોતાના નિવાસ્થાને બોલાવી તેમની મતદાન વિશેના અનુભવો તથા તેમના વિચારો જાણ્યા હતા.

  યુવાનોને મતદાન માટે સમજાવવા અપીલ કરી

  જિલ્લા કલેકટરે મીટીંગ દરમિયાન વયોવૃદ્ધ લોકોને જણાવ્યું હતું કે પોતે યુવાનોને પણ મતદાન વિશે માહિતગાર કરે અને મતદાન અચૂકપણે કરે. ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ મતદાન માટે વંચિત ના રહી જાય તે વિશે પણ અપીલ કરી હતી.

  લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવા માટેના આ વરિષ્ઠ નાગરિકોના તેમના સક્રિય યોગદાન માટે કૃતજ્ઞતા પત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કલેકટર દ્વારા આ વરિષ્ઠ મતદારો સાથે સંવાદ કર્યો હતો. જે દરમિયાન તેમણે આ મતદારોના ચૂંટણી અને મતદાનના અનુભવો જાણ્યા હતા. આ સાથે તેમના તરફથી મળેલા પ્રતિભાવો પણ નોંધ્યા હતા.

  કલેકટરે આ બાબતમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી કે , આગામી વિધાનસભા ચૂંટણીમાં યુવાનો, મહિલાઓથી માંડી દરેક મતદાર લોકશાહીના આ પર્વમાં સહભાગી થાય અને મતદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાગૃતિલક્ષી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ત્યારે વરિષ્ઠ નાગરિકો કે જેમણે બંધારણીય ફરજ પ્રત્યે સતત સકારાત્મક યોગદાન આપ્યું છે. તેમજ લોકશાહી મજબૂત બનાવવા અને આ પ્રક્રિયામાં ભાગ લેવા માટેનો તેમનો ઉત્સાહ યુવાનોને પ્રેરણા આપવાની સાથે એક ઉદાહરણ પણ પૂરું પાડે છે. આ જવાબદાર વરિષ્ઠ મતદારોના કારણે જ ભારત એક લોકશાહી તરીકે વિશ્વમાં વિકાસ પામી રહ્યું છે સાથે જ લોકશાહીને વધુ સુદ્રઢ બનાવી રહ્યા છે.

  કલેકટર ની અપીલ

  કલેક્ટર દ્વારા આ તમામ વરિષ્ઠ નાગરિકો મતદારોને લોકશાહીના પર્વમાં સક્રિય સહભાગી થવાની સાથે યુવાનોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો અનુરોધ કર્યો હતો.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Voter, ચૂંટણી, સુરત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन