Home /News /junagadh /Junagadh: ટ્રાફિક પોલીસ સામે ખોટી માથાકૂટ કરવી નહીં, તમારો વીડિયો ઉતરી જશે!

Junagadh: ટ્રાફિક પોલીસ સામે ખોટી માથાકૂટ કરવી નહીં, તમારો વીડિયો ઉતરી જશે!

X
બોડીવોર્ન

બોડીવોર્ન કેમેરાથી સજ્જ પોલીસ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસને બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા છે. જિલ્લામાં બે પ્રકારના કેમેરા મળી કુલ 272 કેમેરા ફાળવવામા આવ્યા છે.

    Ashish Parmar, Junagadh : જૂનાગઢ પોલીસ જ્યારથી બોડી વોર્ન કેમેરાથી સર્જ થઈ છે, ત્યારથી લોકો સાથે પોલીસનું ઘર્ષણ ઓછું થયું છે. તેમજ ક્રાઇમ ડિટેકશનમાં પણ બોડી વોર્ન કેમેરા ખૂબ જ ઉપયોગી થયા રહ્યાં છે.જૂનાગઢ જિલ્લા પોલીસ પાસે બે પ્રકારના કેમેરા છે, જેમાં બોડી ટુ કેમેરા તથા બોડી થ્રી કેમેરાનો સમાવેશ થાય છે. આ કેમેરાઓ પૈકી અમુક કેમેરાઓમાંથી ગાંધીનગર લાઈવ પ્રસારણ પણ જોઈ શકાય છે.

    જૂનાગઢ જિલ્લામાં છે કુલ આટલા કેમેરા


    જૂનાગઢ જિલ્લામાં બોડી ટુ તથા બોડી થ્રી એમ બે પ્રકારના કેમેરા પોલીસ પાસે ઉપલબ્ધ છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં બોડી વોર્ન કેમેરામાં 248 બોડી ટાઈપ ટુ કેમેરા અને 24 ટાઈપ થ્રી કેમેરા છે. જેને સીમ કેમેરા પણ કહેવાય છે. આ 24 કેમેરાનું સીધું પ્રસારણ ગાંધીનગર કંટ્રોલ રૂમમાં દેખાય છે. બાકીના બધા કેમેરાઓનું સ્ટોરેજ હેડ ઓફિસમાં જળવાઈ રહે છે. જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આરોપ તથા પ્રત્યારોપ થાય તો જે તે બાબત સાચી હોય તે જાણી શકાય.


    અનેક કાર્યક્રમોમાં પણ ઉપયોગી થાય છે કેમેરા


    જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો, ગિરનારની પરિક્રમા અનેક રાજકીય મેળવડા, ચૂંટણીઓ સહિત અનેક જગ્યાએ પોલીસને બોડીવોર્ન કેમેરાથી સજ્જ રાખવામાં આવે છે.પોલીસ અને પ્રજા વચ્ચે કોઈ ઘર્ષણનો બનાવ ન બને અને ઘટના સ્થળે કોઈપણ પ્રકારનો ક્રાઈમ સર્જાય તો પોલીસ પાસે જે બોડી વોર્ન કેમેરા છે, તેમાં આ સમગ્ર હકીકત કેદ થઈ જાય છે. પોલીસને અનેક વખત કેસનો ઉકેલ કરવામાં કેમેરા ખૂબ જ ઉપયોગી થાય છે.


    મહિનાઓ સુધી જળવાઈ રહે છે સ્ટોરેજ


    બોડી વોર્ન કેમેરાનું સ્ટોરેજ મહિનાઓ સુધી જાળવવામાં આવે છે અને નિયમિત પણે બધા કેમેરાઓમાં થયેલું રેકોર્ડિંગ ચેક કરવામાં આવે છે. કેમેરામાં થયેલા રેકોર્ડિંગમાં કોઈપણ પ્રકારનું શંકાસ્પદ વસ્તુ જણાય તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. હાલમાં પીએસઆઇ પી. જે. બોદર દ્વારા શહેર ટ્રાફિક પોલીસની સમગ્ર કામગીરીનું નિયમન કરવામાં આવે છે.

    First published:

    Tags: જૂનાગઢ, ટ્રાફિક પોલીસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन