જૂનાગઢમાં યાર્ડમાં જુદીજુદી જણસીની આવક થઇ રહી છે. ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે. આજે યાર્ડમાં તુવેરની સૌથી વધુ આવક થઇ હતી. જૂનાગઢ યાર્ડ તુવેરથી ઉભરાઇ ગયું હતું. તેમજ તુવેરનાં એક મણનાં 1590 રૂપિયા ભાવ રહ્યાં હતાં.
Ashish Parmar , Junagadh: જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી તુવેરની આવકમાં વધારો જોવા મળ્યો છે. આજે એક દિવસમાં જ 2632 ક્વિન્ટલ તુવેરની માર્કેટિંગ યાર્ડમાં આવક થતા યાર્ડ આખું તુવેરથી ઉભરાઈ ગયું હતું.
ક્વિન્ટલની આવક સામે ભાવ પણ સારો
જૂનાગઢમાં આજે 2632 ક્વિન્ટલ તુવેરની આવક નોંધાઇ હતી, જેની સામે ખેડૂતોને મણ દીઠ ભાવ પણ સારા મળ્યા હતાં. જેથી ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા.
મણ દીઠ ભાવ મળ્યાં 1590 રૂપિયા
આજે યાર્ડમાં સૌથી વધુ આવક તુવેરની જ નોંધાઈ હતી. જેની સામે તુવેરનાં એક મણનાં ભાવ ખેડૂતોને 1590 રૂપિયા મળ્યાં હતાં.
આ સાથે સૌથી ઓછી આવક જીરૂ થઇ હતી. જીરૂની ફક્ત 3 ક્વિન્ટલ આવક થઇ હતી. પણ આ સૌથી ઓછી આવક સામે જીરૂનાં ખેડૂતોને 5600 રૂપિયા ભાવ મળ્યાં હતાં.
આ વખતે જીરૂ, સોયાબીન, તુવેર જેવા પાકમાં ચાંદી
થોડા સમય પહેલા સોયાબીનની ભરપૂર આવક થઇ હતી.જેમાં ખૂબ સારું વળતર ખેડૂતોને મળ્યું હતું. હવે તુવેર અને જીરૂની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં આ પાકોના સારા એવા વળતરથી ખેડૂતોને ચાંદી ચાંદી થઈ ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર