Home /News /junagadh /Junagadh :લોકોએ સ્માશાનમાં કેમ મકરસંક્રાંતિની ઉજવણી કરી ?,અહી પતંગ કેમ ચગાવતા નથી?. જાણો કારણ

Junagadh :લોકોએ સ્માશાનમાં કેમ મકરસંક્રાંતિની ઉજવણી કરી ?,અહી પતંગ કેમ ચગાવતા નથી?. જાણો કારણ

X
જૂનાગઢના

જૂનાગઢના ભેંસાણ તાલુકામાં આવેલું સ્મશાન

ભેંસાણ તાલુકામાં લોકો પતંગ ચગાવતા નથી. વર્ષોથી અહીંના 150 થી વધુ પુરુષો સાથે મળીને સામાજિક કાર્ય કરે છે. અહીંના પુરુષો મકરસંક્રાંતિના દિવસે સ્મશાનમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે અને લાકડાં એકત્ર કરે છે.

Ashish Parmar Junagadh :મકરસંક્રાંતિ એટલે પતંગને ઉડાવવા માટે યુવાધન થનગની રહ્યું હોય છે આજના સમયમાં મકરસંક્રાંતિના રજાના દિવસોમાં લોકો સવારથી ધાબા પર ચડી અને પતંગની મજા લેતા હોય છે, ત્યારે જૂનાગઢજિલ્લાનાં ભેંસાણ તાલુકાનું એક એવી પરંપરા છે, જે સાંભળીને અને જોઈને આપને નવાઈ લાગશે.અહીં વર્ષોથી કોઈ યુવાનો અને વડીલો પતંગ પતંગ ચગાવતા નથી. પરંતુ અહીં એક વર્ષ માટે લાકડાઓ સ્મશાન માટે ભેગા કરવાના ભગીરથ કાર્યમાં જોડાય છે.


વર્ષોથી ચાલી આવે છે આ પરંપરા



ભેંસાણ તાલુકામાં આ કામ કરવાની પરંપરા વર્ષોથી અહીંના લોકોએ જાળવી રાખી છે. અહીં કોઈ વ્યક્તિ એકબીજાને કામ ચીંધતું નથી. પરંતુ મકરસંક્રાંતિના દિવસે સવારથી જ દરેક લોકો સ્મશાને પહોંચી જાય છે અને અહીં લાકડા ભેગા કરવાનું કામ કરે છે. એક વર્ષ માટે અહીં સ્મશાને લાકડા સ્ટોર કરવાના હોય છે. જેમાં વરસાદમાં પણ પલડે નહીં, તે રીતે અહીં વ્યવસ્થિત રીતે ગોઠવણ કરી અને ભોજન લઈ દરેક લોકો છૂટા પડે છે.


દરેક પ્રકારનું એ ટુ ઝેડ કામ વ્યવસ્થિત કરવામાં આવે છે



અહીં જે મોટા લાકડાઓ હોય છે, તેની છાલ ઉતારી તેને વ્યવસ્થિત કટિંગ કરવું. આ સાથે જે લાકડાઓ છે, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગોડાઉનમાં વ્યવસ્થિત ખસેડવા, ટ્રેક્ટર અને જેસીબી સહિતની મદદ લેવી, મશીનોથી લાકડાઓ કાપવા સહિતની અનેક વસ્તુઓ અહીં પદ્ધતિસર કરવામાં આવે છે.નવાઈની વાત એ છે કે, અહીં જે લોકો પાસે જેસીબી અને ટ્રેક્ટર છે, તેઓ પણ નિ:શુલ્કમાં અહીં સામાજિક સેવા આપે છે.


25 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના દરેક લોકો જોડાય છે



અહીં સ્મશાન ગૃહમાં કાર્યભાર સંભાળતા 70 વર્ષના દામ બાપા પણ ભગીરથ કાર્યમાં જોડાય છે અને સાથે 25 વર્ષનો યુવાન પણ ભગીરથ કાર્યમાં જોડાય છે. એટલે કહી શકાય કે,યુવા થી લઈને વૃદ્ધ સુધી દરેક લોકો પોતાના સામાજિક કાર્યમાં યોગદાન આપવા માટે આ અવસરને ચૂકતા નથી.

First published:

Tags: Junagadh news, Junagadha, Local 18, Uttarayan

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો