Home /News /junagadh /REPUBLIC DAY 2023: જેલમાં આવી રીતે કરી 26મી જાન્યુઆરીની ઉજવણી, કેદીનાં મન પ્રફૂલીત થઇ ગયા

REPUBLIC DAY 2023: જેલમાં આવી રીતે કરી 26મી જાન્યુઆરીની ઉજવણી, કેદીનાં મન પ્રફૂલીત થઇ ગયા

X
જિલ્લા

જિલ્લા જેલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં જેલમાં અનોખી કરીતે ઉજવણી કરાઇ હતી.જેમાં કેદીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યાં હતાં.

Ashish Parmar, Junagadh: આજે 74 મો પ્રજાસત્તાક દિવસ છે, જૂનાગઢ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી. અને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા જેલમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લા જેલમાં જેલરના અધ્યક્ષ સ્થાને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


કેદીઓએ લીધો અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ


જૂનાગઢ જિલ્લા જેલમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે કેદીઓને અલગ અલગ પ્રકારે મનોરંજન કરવા માટે પ્રવૃત્તિઓની આયોજન કરવામાં આવ્યું હતું.



જેમાં કેદીઓને લીંબુ ચમચી સ્પર્ધા , કોથળા દોડ સ્પર્ધા તથા નૃત્ય સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં કેદીઓએ ઉત્સાહક ભાગ લીધો હતો અને દરેક કેદીઓમાં જોડાતા તેમના મન પણ પ્રફુલિત બન્યાં હતાં.



કાચા અને પાકા બંને કામના કેદીઓ એ લીધો પ્રવૃત્તિઓમાં ભાગ


અહીં કાચા અને પાકા એમ બે વિભાગમાં કેદીઓને રાખવામાં આવતા હોય છે. જે અંતર્ગત કાચા અને પાકા બંને કામના કેદીઓએ આ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દરેક લોકો આનંદ કરતા જોવા મળ્યા હતા.


 

વિજેતા કેદીઓને ઇનામ આપવામાં આવ્યાં


આ સમગ્ર કાર્યક્રમનું આયોજન GSNF+ સુભિક્ષા પ્રોજેકટના સૂરજ કાનાણી તથા જિલ્લા એચઆઈવી તથા ટીબી ઓફિસર ડૉ. ચંદ્રેશ વ્યાસ અને સંસ્થાનાં સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ પ્રકારની રમત ગમતમાં કેદીઓએ ભાગ લીધો હતો. જેમાં જેલ કર્મચારીઓ અને બંદીવાનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. અને વિજેતા બંદીવાનો ને ઈનામ વિતરણનું આયોજન કરેલ હતું.


First published:

Tags: January 26 republic day, Junagadh news, Local 18