Home /News /junagadh /Junagadh: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વની યોજના; લાભ કેવી રીતે મળે?
Junagadh: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વની યોજના; લાભ કેવી રીતે મળે?
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ
રાજયમાં યુવાનો જુદી જુદી સ્પર્ધાત્મ પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે. પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારને સરકાર દ્વારા રૂપિયા 20,000 સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે. જેના કારણે ઉમેદવારોને આર્થીક મદદ મળી રહે છે.
Ashish Parmar, Junagadh : આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધવા સરકારી જમાઈ બનવા ઈચ્છે છે, ત્યારે જૂનાગઢમાં સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરાવતા વર્ગો ચાલી રહ્યા છે. હજારો વિદ્યાર્થીઓ આ વર્ગોમાં અભ્યાસ કરી રહ્યા છે. અમુક સંસ્થાઓમાં મસમોટી ફી વસૂલવામાં આવે છે. ત્યારે જૂનાગઢના તૈયારી કરતા વિદ્યાર્થીઓને આશીર્વાદરૂપ એક સેવા ચાલી રહી છે, જેમાં વિદ્યાર્થીઓને 20,000 સુધીની સ્કોલરશીપ મળી શકે છે.
સ્કોલરશીપ લેવા માટે આ છે નિયમ
સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સ્કોર સ્કોલરશીપ મળે તે માટે ખાસ બજેટમાં જોગવાઈ કરવામાં આવેલી હોય છે. આ દરમિયાન જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા સરકારી ચોપડે નોંધાયેલ ક્લાસીસ હોય છે, તે ક્લાસીસ જ વિદ્યાર્થીઓને આ સહાય અપાવી શકે છે, જેમાં સૌથી પહેલા વિદ્યાર્થી કઈ કેટેગરીમાં આવે છે તે વસ્તુ મહત્વની છે.
કારણ કે સરકારની આ સહાય કેટેગરી વાઇઝ મળતી હોય છે, જેમાં SC , ST , OBC તથા EWS ના વિદ્યાર્થીઓને સહાય મળી રહે છે. મહત્વની વાત એ છે કે, ક્લાસ 1 અને 2 ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પૂર્ણ હોવું જોઈએ. જ્યારે ક્લાસ 3 ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 પાસ હોવું જોઈએ. જેમાં નિયત કરાયેલ પાસીંગ માર્કસ હોવા પણ જરૂરી છે.
સહાય મેળવવા માટે આ રીતે કરો અરજી
વિદ્યાર્થીઓને સહાય મેળવવા માટે SJED યોજના હેઠળ ફોર્મ ભરવાનું હોય છે. જેમાં વિદ્યાર્થીઓએ જાતિનું પ્રમાણપત્ર ,આવકનું પ્રમાણપત્ર ,અભ્યાસનું પ્રમાણપત્ર ,પોતે કોઈ સરકારી નોકરી સાથે સંકળાયેલા નથી. તેવું સ્વ ઘોષણાપત્ર રજીસ્ટ્રેશન તથા ફી ભર્યાની રસીદ સહિતની વસ્તુઓ અપલોડ કરવાની રહે છે.
સંસ્થા પાસે હોવા જોઈએ પુરાવા
કોઈપણ વિદ્યાર્થીને સહાય આપવાની હોય છે,તે પહેલા સંસ્થા પોતે એલીજીબલ હોવી જોઈએ. જેમાં સંસ્થા સરકારી ચોપડે નોંધાયેલ હોવી જોઈએ. જીએસટી તથા પાન નંબર ફાયર સેફટી ,હાજરીપત્રક, કોવિડ ગાઈડલાઈન પાર્કિંગ, વેરો બધી વસ્તુઓ અપ ટુ ડેટ હોવી જોઈએ. હાલમાં તૈયારી કરતા 80% વિદ્યાર્થીઓ ઓબીસી કેટેગરીમાંથી આવે છે. જેથી આ વિદ્યાર્થીઓને સરકાર તરફથી સહાય મળવાનું શરૂ થતા ફી મા રાહત મળતી થઈ છે.
જૂનાગઢમાં આ સંસ્થામાં મળે છે સહાય
જૂનાગઢમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વર્લ્ડ ઈનબોક્સ સંસ્થામાં સહાય આપવામાં આવે છે. આ સંસ્થા સરકારની તમામ ગાઈડલાઈનનો સાથે સંકળાયેલી હોય દરેક વિદ્યાર્થીઓને સહાય મળે તે માટે સંસ્થા કાર્ય કરી રહી છે. છેલ્લા એક વર્ષમાં સંસ્થામાં આવેલા વિદ્યાર્થીઓમાં EWS માં સમાવેશ થતા 121 વિદ્યાર્થી, SC કેટેગરીમાં સમાવેશ થતા 44 વિદ્યાર્થીને સહાય પૂરી પાડવામાં આવી છે. હાલમાં હવે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને પણ સહાય મળવાનું શરૂ થતાં આ વિદ્યાર્થીઓને પણ વહેલી તકે સહાય મળે તે માટે સંસ્થા દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર