Home /News /junagadh /Junagadh: અંધ કન્યા છાત્રાલયની દીકરીઓએ જૂનાગઢનું ગૌરવ વધાર્યું, રાજ્ય કક્ષાએ બીજું સ્થાન મળ્યું

Junagadh: અંધ કન્યા છાત્રાલયની દીકરીઓએ જૂનાગઢનું ગૌરવ વધાર્યું, રાજ્ય કક્ષાએ બીજું સ્થાન મળ્યું

જુનાગઢ અંધ કન્યા છાત્રાલયની દીકરીઓ

સત્યમ સેવા યુવક મંડળની અંધ કન્યાઓ રાજ્યકક્ષાએ રાસ ગરબાની કોમ્પિટિશનમાં દ્વિતીય ક્રમે આવી છે. દ્રષ્ટિ વગર પણ કન્યાઓ જેમ જોઈ શકતી હોય તે રીતે જ ગરબે રમી લોકોને પણ મંત્રમુગી કરતા હોય છે

  ASHISH PARMAR JUNAGADH : વર્ષ 2007માં જુનાગઢ અંધ કન્યા છાત્રાલયની શરૂઆત થઈ હતી હાલમાં આ અંધ કન્યા છાત્રાલયમાં 14 બાળકો રહીને અભ્યાસ કરી રહી છે અહીં રહેતી બહેનોને કોમ્પ્યુટર ભણાવવાની તથા તેમને જીવનમાં આગળ વધવા માટે આ સંસ્થા સતત તેમને પ્રોત્સાહિત કરી રહી છે. મહત્વની વાત એ છે કે આ સંસ્થામાં અભ્યાસ કરતી અંધ કન્યાઓ બધી રીતે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેમાં કન્યાઓને રસોઈ બનાવતા શીખવું પગલૂછણીયા નું ગૂંથણ કરવું , અંધ કન્યાઓ પગભર કઈ રીતે થાય તે તરફ સંસ્થા કામ કરી રહી છે.

  2007માં થઈ હતી સંસ્થાની સ્થાપના

  અંધ કન્યા છાત્રાલયની સંસ્થાની સ્થાપના 2007 થી થઈ હતી. 2007માં આ સંસ્થાની સ્થાપના થયા બાદ બહેનોને કોમ્પ્યુટર શિક્ષણ 12 સુધી અથવા કોલેજ સુધી શિક્ષણ, હાલમાં બે દીકરીઓ બીએડ કરી રહી છે આ સંસ્થામાં રહીને દીકરીઓ પોતાના પગ પર ઊભી થાય અને પોતાની ખુદની કમાણી કરી શકે તે માટે સંસ્થા સતત કાર્યરત છે. આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પહેલા સી.જે. ડાંગર ફરજ બજાવતા હતા પરંતુ કોરોનાની કપરી પરિસ્થિતિમાં તેમનું અવસાન થતાં હાલમાં આ સંસ્થાનું સમગ્ર કામકાજ મનસુખભાઈ વાજા એ પ્રમુખ પદે સંભાળ્યું છે.

  રાજ્ય કક્ષાની થઈ હતી કોમ્પિટિશન

  સમગ્ર રાજ્યમાંથી જિલ્લા કક્ષાએથી પસંદ થયેલ ટીમ દ્વારા અંધ કન્યાઓની સ્પર્ધા યોજાઈ હતી આ કન્યાઓની સ્પર્ધામાં રાષ્ટ્ર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં જૂનાગઢની અંધ કન્યા છાત્રાલયની બાળાઓ સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એ વસ્તુ એક ખુશીની પણ વાત કરી શકાય કે અંધ કન્યાઓ આંખે ન દેખાતું હોવા છતાં પણ ખૂબ સારી રીતે એકબીજાને અથડાયા વગર ગરબા રમી શકે છે.

  જૂનાગઢમાં પણ કરવામાં આવે છે ગરબી

  આ સંસ્થાની દીકરીઓને જૂનાગઢમાં જુદી જુદી જગ્યાએ રાસ રમવા આવવા માટે આમંત્રણ આપવામાં આવે છે આ આમંત્રણ મુજબ જૂનાગઢ શહેરની જુદી જુદી જગ્યાઓએ આ કન્યાઓ રાસ ગરબા રમવા માટે જાય છે આ કન્યાઓ એકબીજાને અથડાયા વગર ખૂબ સુંદર રીતે પોતાના રાસ ગરબા લોકો સમક્ષ રજૂ કરે છે અને તેમની આવી કલા શૈલી થી લોકો પણ મંત્રમુગ્ધ થઈ જાય છે.
  First published:

  Tags: Competition, Navratri 2022, છોકરી, જૂનાગઢ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन