જૂનાગઢ બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ છેલ્લા બે વર્ષથી બંધ છે. કોરોના કાળમાં બંધ થયા બાદ હજુ શરૂ થઇ નથી. તેમજ ભવન જર્જરીત હાલતમાં છે.એક કરોડની ગ્રાન્ટ મંજૂર થઇ છે.
જૂનાગઢ બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ છેલ્લા બે વર્ષથી બંધ છે. કોરોના કાળમાં બંધ થયા બાદ હજુ શરૂ થઇ નથી. તેમજ ભવન જર્જરીત હાલતમાં છે.એક કરોડની ગ્રાન્ટ મંજૂર થઇ છે.
Ashish Parmar Junagadh: જૂનાગઢની વર્ષો જૂની બહાઉદ્દીન કોલેજમાં વિદ્યાર્થીઓ દૂર દૂરથી અભ્યાસ અર્થે આવે છે. પરંતુ કોરોના મહામારીના સમયમાં કોલેજની હોસ્ટેલને તાળા મારી દેવામાં આવ્યા હતા. બાદ આજ સુધી હોસ્ટેલના તાળા ખુલ્યા નથી.તેમજ હોસ્ટેલ જર્જરીત થઈ ગઈ છે. હોસ્ટેલનુ રીનોવેશન થયું નથી. અનેક વિદ્યાર્થીઓને કોલેજથી ઘર અને ઘરથી કોલેજની અવર જવર કરવી પડે છે. તેમજ વિદ્યાર્થીઓ ભાડાના મકાન રાખી રહેવા મજબુર થયા છે.
એક કરોડની રકમ મજુર થઇ છે
બહાઉદ્દીન આર્ટસ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરે જણાવ્યું હતું કે, બે પ્રકારની રકમ મંજુર થઈ છે. જેમાં રીનોવેશન અને ન્યુ કન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે. હોસ્ટેલના રીનોવેશન માટે ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયો છે અને જેની આશરે રકમ એક કરોડ જેટલી છે અને હોસ્ટેલની પીડબ્લ્યુડી હસ્તક કામગીરી કરવાની હોય છે. તમામ રિપોર્ટ અને રકમ મંજુર થયા બાદ ટૂંક સમયમાં જ રીનોવેશનની કામગીરી શરૂ થશે.
વહેલી તકે હોસ્ટેલ શરુ કરવા માંગ
વિદ્યાર્થીઓ બંધ રહેલી જર્જરીત હોસ્ટેલની કામગીરી ટૂંક સમયમાં શરૂ થાય અને જલ્દીથી અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવા મળે તેની રાહ જોઈ રહ્યા છે. અહી અભ્યાસ અર્થે આવતા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને સમય અને પૈસાની બચત થાય તે દરેક વિદ્યાર્થીઓ પણ ઈચ્છી રહ્યા છે.