Home /News /junagadh /Junagadh: વ્યવસાયનાં દરેક સવાલનાં જવાબ શોધી રહ્યાં છે યુવાનો, 22 સ્થળે સ્ટોલ ઉભા કર્યાં

Junagadh: વ્યવસાયનાં દરેક સવાલનાં જવાબ શોધી રહ્યાં છે યુવાનો, 22 સ્થળે સ્ટોલ ઉભા કર્યાં

X
મુલાકાતીઓને

મુલાકાતીઓને સમજાવતા વિદ્યાર્થીઓ

જૂનાગઢ શહેરની બજારોમાં નવા પમાડે તેટલા સ્ટોલ ઉભા થયા છે. શહેરમાં 22 જગ્યાએ સ્ટોલ પર યુવાનો વેપાર કરી રહ્યાં છે. આ કાયમી વેપારી નથી પરંતું શિક્ષણ સાથે બિઝનેસનું પણ પ્રેકટીકલ જ્ઞાન મેળવી રહ્યાં છે.

Ashish Parmar, Junagadh : જૂનાગઢમાં પીકેએમ કોલેજનાં વિદ્યાર્થીઓને બિઝનેસનું પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. કેવી રીતે મૂડી રોકાણ કરવું ?, બિઝનેસ કેવી રીતે શરૂ કરવો ?, બિઝનેસમાં કેવા પ્રકારનાં પડકાર હોય ?, લોકો સાથે કેવો વ્યવહાર કરવો ? સહિતનું પ્રેટીકલ શિક્ષણ મળે તે માટે 150 જેટલા વિદ્યાર્થીઓ જૂનાગઢ શહેરમાં જુદીજુદી 22 જગ્યાએ સ્ટોલ ઉભા કરી વેપારી કરી રહ્યાં છે.

વિદ્યાથીઓ જ બન્યા વેપારી

ખાનગી કોલેજના આ યુવાઓ કોઈ વેપારી નહીં પરંતુ જૂનાગઢની PKM કોલેજના બીબીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. અભ્યાસની સાથે કઈ રીતે બિઝનેસ કરવો પોતાનો બિઝનેસ કઈ રીતે આગળ વધારવો તે હેતુથી શહેરના જુદા જુદા વિસ્તારમાં 22 જેટલા ફાસ્ટફૂડ નર્સરી અને કોસ્મેટીક સહિતની વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે.



કોલેજમાં તો વિદ્યાર્થીઓને પુસ્તકિયું જ્ઞાન મળતું હોય છે. પરંતુ બિઝનેસની સાચી ખાસિયત લોકોની વચ્ચે જઈને કરવામાં આવતા શીખવા મળે છે. આમ વિદ્યાર્થીઓને બિઝનેસ પ્રત્યે જાણકારી મળે તે હેતુસર આ પ્રકારનું કોલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.



150 થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ

જૂનાગઢમાં પી.કે.એમ. કોલેજમાં વિદ્યાર્થીઓ છેલ્લા દસ વર્ષથી ખરી કમાઈ પ્રોજેક્ટમાં ભાગ લઈ રહ્યા છે. દર વર્ષે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્ટોલ રાખી અને બિઝનેસ પ્રત્યે સાચું જ્ઞાન અપાતું હોય છે.



ત્યારે આગામી સમયમાં બિઝનેસને લઈ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજવળ બને તે હેતુથી કોલેજ દ્વારા આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. 150 થી વધુ વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટમાં રસ ધરાવીને 22 સ્ટોલ રાખી હાલ લોકોની વચ્ચે રહીને જુદી જુદી ચીજ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે.



આગામી સમયમાં પોતાના બિઝનેસ માટે મળશે જ્ઞાન

વિદ્યાર્થીઓને હાલ પોતાના અભ્યાસમાં જ આ રીતે અભ્યાસની સાથે બિઝનેસમાં આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ હાલમાં બિઝનેસ કઈ રીતે કરવો તે વસ્તુ શીખી ગયા છે તેથી લોકોની વચ્ચે રહીને પોતાનો સ્વતંત્ર બિઝનેસ કરવા માટે તેઓ હવે સક્ષમ બની શકશે.



જેથી કોલેજ દ્વારા શરૂ કરાયેલા ખરી કમાઈ પ્રોજેક્ટને લોકો પણ બિરદાવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો આ વિદ્યાર્થીઓ પાસેથી જુદી જુદી ચીજ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.
First published:

Tags: Junagadh news, Local 18, School students

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો