Home /News /junagadh /

જૂનાગઢ: આયુર્વેદિક પીણાના નામે નશાનો વેપાર, લેબોરેટરીનો રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ

જૂનાગઢ: આયુર્વેદિક પીણાના નામે નશાનો વેપાર, લેબોરેટરીનો રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ

આયુર્વેદિક પીણામાં 22% આલ્કોહોલ હોવાનું સામે આવ્યું

Ayurvedic Drinks: આ સંદર્ભે ચોરવાડ, માળીયાહાટીના, વંથલી તેમજ જૂનાગઢમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને 1501 જેટલી બોટલો સીઝ કરવામાં આવી હતી.

    જૂનાગઢ: જિલ્લામાં આયુર્વેદિક પીણા (Ayurvedic Drinks)ના નામે નશાનો વેપાર (Intoxicating drink) ચાલતો હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. જૂનાગઢ જિલ્લામાં અનેક તાલુકાઓમાં આ વેપાર ચાલતો હતો. રેડ બાદ સ્ટેટ ડ્રગ લેબોરેટરીનો (state drug laboratory) રિપોર્ટ પણ સામે આવી ગયો છે. જેમાં આયુર્વેદિક પીણામાં 22% આલ્કોહોલ હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

    જેને લઇને એસઓજી પોલીસે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. ચોરવાડ, માળીયાહાટીના, વંથલી તેમજ જૂનાગઢમાં આ સંદર્ભે દરોડા પાડવામાં આવ્યા હતા અને 1501 જેટલી બોટલો સીઝ કરવામાં આવી હતી. જે બાદ તપાસ માટે સ્ટેટ ડ્રગ લેબોરેટરીમાં સેમ્પલ મોકલમાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. રિપોર્ટમાં, આયુર્વેદિક પીણામાં 22% આલ્કોહોલ હોવાનું સામે આવ્યું છે. આ હકિકત સામે આવ્યા બાદ ચોરવાડ, માળીયાહાટીના તેમજ વંથલીમાં આટ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આર્યુવેદિક પીણાના નામે નશાખોરો તેને બેફામ ઉપયોગ કરતા હતા.


    આ પણ વાંચો: વડોદરા: ડ્રગ્સના ઓવરડોઝથી યુવકનું શંકાસ્પદ મોત, વીડિયોમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

    જૂનાગઢ જિલ્લામાં આયુર્વેદિક પીણાના નામે ગેર કાયદેસર નશાયુક્ત પીણું પાનની દુકાને અથવા હર્બલ શોપમાં વેચાઈ રહ્યાની પોલીસને માહિતી મળી હતી આ મામલે જૂનાગઢ S.O.G પોલીસે જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના, ચોરવાડ અને વંથલીમાંથી અંદાજીત 1,200 બોટલો સીઝ કરી હતી અને પીણું વેચનારની અટક કરી હતી. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાનની દુકાનોમાં આ પ્રકારના પીણા મળી રહ્યાના અહેવાલ છે.

    આ પણ વાંચો: Gujarat Election 2022: સૌરાષ્ટ્રમાં આવશે રાજકીય ભૂકંપ? 6 ધારાસભ્યો છોડી શકે છે કોંગ્રેસનો હાથ

    અગાઉ જૂનાગઢના પોશ વિસ્તાર જાંજરડા રોડ પર આવેલી કૈલાસ હર્બલ નામની દુકાન (Kailas herbal shop)માં એસ.ઓ.જી પોલીસે તપાસ હાથ ધરી હતી. દુકાનના દ્રશ્યો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેમ કે અહીં બીયર બારની માફક ટેબલ ખુરશી પર નશો કરતા આઠ યુવાનો ઝડપાયા હતા. દુકાન માલિક દ્વારા તેમને નાસ્તાથી લઈ તમામ સુવિધાઓ આપવામાં આવતી હતી. પોલીસે દુકાનમાં રહેલા ફ્રીઝની તપાસ કરતા નશાયુકત ગેરકાયદેસર 300થી વઘુ બોટલો મળી આવી હતી. પોલીસે તમામ બોટલો સીઝ કરી દુકાનદાર તેમજ તેના મેનેજરની અટક કરી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Gujarat News, Junagadh news, Latest News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन