તમારો સ્વભાવ તમને દુઃખી કરે છે, તમને કોઈ દુઃખી નથી કરતું, તેમ જૂનાગઢમાં યોજાયેલા બ્રહ્મકુમારી સંસ્થાના કાર્યક્રમમાં શિવાનીદીદી કહ્યું હતું.જીવન કી ખુશિયા અપને હાથ મે શીર્ષક હેઠળ કાર્યક્રમ યોજાયો હતો.
Ashish Parmar, Junagadh: જૂનાગઢમાં બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા જીવન કી ખુશિયા અપને હાથ મે શીર્ષક હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના વક્તા શિવાનીદીદી હતા.આજે સવારે આ કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા, જૂનાગઢના રેન્જ ડીઆઈજી મયંકસિંહ ચાવડા સહિત અને ડોકટરોની ઉપસ્થિતિ રહ્યા હતા.
જીવનને જીવતા શીખો
જીવનને ખરા અર્થમાં જીવતા તેમજ કોઈ બીજાની કહેલી વાતોને પોતે મગજમાં લઈને ફરો તો તમે જ દુઃખી થશો. તમને કોઈ દુઃખી નથી, કરતું તમે તમારા વિચારથી દુઃખી રહો છો.
જ્યારે પણ કોઈ તમને કઈ બોલીને જાય છે તો ખુદને દુઃખી ન કરો અને ખુદને બીજાને ખુશી આપવા સક્ષમ બનાવો તેવી સમજણ પણ લોકોને આપી હતી. ઉલ્લેખનીય છે કે, લોકોને રોજે મેડિટેશન કરી અને ખુદને હંમેશા મગજ શાંત કરી આગળ વધવા અપીલ કરી હતી.
ત્રણ દિવસોમાં કરાશે વર્કશોપનું આયોજન
જૂનાગઢ બ્રહ્માકુમારી સંસ્થા ભવનાથ ખાતે આગામી શનિવાર, રવિવાર, સોમવાર એમ ત્રણ દિવસ સુધી મેડિટેશન વર્કશોપનું આયોજન કરાયું છે.