Home /News /junagadh /Junagadh : શહેર મધ્યે આવી ચડ્યું સાબર : લોકોમાં કુતુહૂલ

Junagadh : શહેર મધ્યે આવી ચડ્યું સાબર : લોકોમાં કુતુહૂલ

X
શહેરમાં

શહેરમાં આવી ચડ્યું સાબર

જૂનાગઢ શહેરમાં સિંહ, દીપડા આવી ચડતા હોવાની ઘટના બનતી રહે છે. પરંતુ શહેર મધ્યે આવેલા આઝાદ ચોકમાં એક સાબર ચડી આવ્યું હતું. શહેરમાં બનેલી ઘટના દુર્લભ માનવામાં આવી રહી છે.

Ashish Parmar, Junagadh : જૂનાગઢમાં જંગલ વિસ્તાર નજીક જ આવેલું છે, એટલે શહેરી વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણીઓ આવી જવાની ઘટના બનતી રહે છે. જૂનાગઢમાં આઝાદ ચોક વિસ્તારમાં ગઈકાલે રાત્રિના બે વાગ્યાની આસપાસ એક સાબર આવી ચડ્યું હતું. જેનો કોઈ સ્થાનિક એ વિડિયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. સાબર આવી ચડવાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

વારંવાર આવે છે વન્ય પ્રાણીઓજૂનાગઢ શહેરમાં વારંવાર વન્ય પ્રાણીઓ આવી ચડવાની ઘટના બનતી રહે છે, ત્યારે શહેરમાં વધુ એક વખત આ ઘટના બની હતી. પરંતુ આ વખતે સાબર આવી ચડવવાની જઘટના બની છે. દુર્લભ માનવામાં આવી રહી છે. કારણ કે સિંહ અને દિપડા આવે એ ઘટના સામાન્ય બની છે. પરંતુ જૂનાગઢ શહેરનો આઝાદ ચોક શહેરની વચ્ચે આવેલો વિસ્તાર છે અને અહીં કોઈ વન્ય પ્રાણી આવે તે ઘટના અત્યંત દુર્લભ કહી શકાય.

આઝાદ ચોક શહેરની વચ્ચે જંગલથી દૂર

આઝાદ ચોક વિસ્તાર શહેરની વચ્ચે આવેલો વિસ્તાર છે પરંતુ જંગલથી ઘણી દૂર છે અને જંગલમાંથી કોઈ વન્ય પ્રાણી સીધું આઝાદ ચોક વિસ્તારમાં પહોંચી શકતું નથી., તેથી આ વન્ય પ્રાણી મજેવડી ગેટથી શહેરની અંદર પ્રવેશ કર્યો છે, તેવું વન વિભાગનો સ્ટાફ શંકા વ્યક્ત કરી રહ્યો છે.

જંગલમાં ખસેડાયું

આ સમગ્ર મામલે વન વિભાગના આરએફઓ અરવિંદ ભાલીયાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, અમને સાબર આવી ચડવાની ઘટનાનો ખ્યાલ આવતા જ વન વિભાગનો સ્ટાફ કામે લાગ્યો હતો અને કોઈ કૂતરા સહિતના પ્રાણીઓ આ સાબરને હેરાન ન કરે તે માટે વન વિભાગે સુરક્ષિત રીતે આ સાબરને ફરીથી જંગલ વિસ્તારમાં છોડી મૂક્યું હતું.
First published:

Tags: Bhavnath Junagadh, Junagadh video, Junagadha, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો