Home /News /junagadh /જૂનાગઢ: સગા માસીના દીકરાએ એકતરફી પ્રેમમાં યુવતીને છરીના 18 ઘા ઝીંક્યા

જૂનાગઢ: સગા માસીના દીકરાએ એકતરફી પ્રેમમાં યુવતીને છરીના 18 ઘા ઝીંક્યા

સગા માસીના દીકરાએ એકતરફી પ્રેમમાં છરીના ધા માર્યા

કેશોદમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને તીક્ષ્ણ હથિયારના ધા ઝીંક્યા. સગા માસીના દીકરાએ એકતરફી પ્રેમમાં છરીના ધા માર્યા. પાગલ પ્રેમીએ 18 ધા ઝીંક્યા

જૂનાગઢ: જૂનાગઢના કેશોદમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેશોદમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ તીક્ષ્ણ હથિયારના ધા ઝીંક્યા હોવાની ઘટના બની છે. આ પાગલ પ્રેમીએ 18 જેટલા તીક્ષ્ણ હથિયારના ધા માર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં ઘાયલ યુવતીને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.

સગા માસીના દીકરાએ એકતરફી પ્રેમમાં છરીના ધા માર્યા

મળતી માહિતી અનુસાર, સગા માસીના દીકરાએ એકતરફી પ્રેમમાં છરીના ધા માર્યા છે. સાસણનો કિશનગિરી દિનેશગીરી સાસણથી કેશોદ આવ્યો હતો. જ્યાં લગ્ન માટે બોલાચાલી કરી છરીના ધા ઝીંક્યા હતા. એકતરફી પ્રેમી દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલામાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પટલ ખસેડવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.


આ પણ વાંચો: સાબરમતી જેલમાંથી ગાંજાના 14 પેકેટ મળી આવ્યા

શું કહે છે ઘાયલ યુવતી?

આ મામલે ઘાયલ યુવતીનું કહેવું છે કે, મારી બહેન સાબુ લેવા ગઇ તે દરમિયાન તેણે મારી પર હુમલો કર્યો હતો. તેણે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી. મારું ગળું દબાવી દીધું હતું. પછી મને મારવા લાગ્યો. તેને મારી સાથે જબરદસ્તી લગ્ન કરવા હતા અને મેં ના પાડી હતી. તે મને પહેલા પણ બ્લેકમેલ કરતો હતો. તે કહેતો કે, તારે મારી સાથે જ લગ્ન કરવાના છે. મારા પપ્પા નહીં હોય ત્યારે તને મારીને દાટીને જતો રહીશ. આવી અવારનવાર ધમકી આપતો હતો. જ્યારે યુવતીના પિતાનું કહેવું છે કે, આરોપી કિશન મારા સાડુભાઇનો પુત્ર છે. તે કાલે આવ્યો હતો. અમે કોઇ ઘરે હાજર નહોતા. તે બન્ને વચ્ચે ઝઘડો થયો અને તેણે હુમલો કર્યો હતો.
First published:

Tags: Crime news, Gujarat News, Junagadh news