Home /News /junagadh /Junagadh: મહંત રાજ ભારતી બાપુએ આપઘાત પહેલા કોની કોની સાથે કરી હતી વાત?

Junagadh: મહંત રાજ ભારતી બાપુએ આપઘાત પહેલા કોની કોની સાથે કરી હતી વાત?

રાજ ભારતી બાપુની ફાઇલ તસવીર

રાજ ભારતી બાપુનાં કથિત 35 ઓડિયો, 29 પેજ વોટ્સએપ ચેટ, 9 પાનનો નનામો પત્ર પણ વાયરલ થયો હતા. જેની ચર્ચા વધી હતી.

    અમદાવાદ: જૂનાગઢમાં ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડાના ખેતલિયા દાદા મંદિરના મહંત રાજ ભારતી બાપુએ લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો છે. તેમની કથિત 35 ઓડિયો, 29 પેજ વોટ્સએપ ચેટ, 9 પાનનો નનામો પત્ર પણ વાયરલ થયો હતા. તેમના આ કથિત વાયરલ વીડિયો અને ઓડિયોની ચર્ચા જોરશોરથી થવા લાગતા મંગળવારે લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. તેમણે ખાડિયા ખાતે આવેલી તેમની વાડીમાં જ આપઘાત કરી લીધો હતો. જોકે, તે બાદ તેમના અંગે અનેક ચર્ચાઓ થવા લાગી હતી.

    આ પણ વાંચો: અમદાવાદની પરિણીતાનો લાલબત્તી સમાન કિસ્સો

    જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હતો


    તેમના અંગે એવું પણ ચર્ચાતુ હતુ કે, તેઓ જન્મથી મુસ્લિમ છે. તેમનો જન્મ મુસ્લિમ સમાજમાં થયો છે. જે બાદ તે સાધુ બની ગયા છે. જોકે, આ અંગે કોઇને જાણ ન હતી. એકવાર રાજભારતી બાપુના ફોનમાં કોઇ ખરાબી આવી ગઇ હતી કે ચોરાઇ ગયો હતો. જેનો ઉપયોગ અન્ય વ્યક્તિ કરી રહ્યો હતો. જે બાદ તેઓ પહેલા મુસ્લિમ હોવાનું બહાર આવ્યું હતુ. આ હકીકત બહાર આવતા બાપુએ તેમના મિત્ર સાથે જૂનાગઢનાં તમામ સાધુઓને રૂબરૂ જઇને મળી આ વાત જણાવી હતી. તેમણે ત્યાં સ્વીકાર્યું હતું કે તેઓ મુસ્લિમ છે. જે બાદ સંતોએ તેમને આશ્વાસન આપ્યું હતુ કે, હવે તમે હિન્દૂ ધર્મમાં રહીને ધર્મને અનુસરો છો. બાકીની ચિંતા ન કરો. હવે એ ચર્ચા અસ્થાને છે.

    આ પણ વાંચો: 53 વર્ષની ઉંમરે મહિલાએ પોતાના શોખને નવો વળાંક આપ્યો

    કાર જાતે જ ચલાવીને ગયા હતા


    મળતી માહિતી પ્રમાણે, મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ બાપુએ વિશ્વ હિન્દુ પરિષદનાં જૂના કાર્યકર અને તેમના મિત્ર સાથે વાત કરી હતી. બાપુએ આપઘાત પહેલા આશ્રમમાંથી જાતે જ કાર ચલાવીને નીકળ્યા હતા. તે પહેલા અહીં રહેતા એક માજીએ તેમને કહ્યું હતું કે, બાપુ તમારા માટે ફળ કાપી આપું એ નાસ્તો કરીને નીકળો. રાજભારતીએ કહ્યું હતું કે, હમણાં આવીને નાસ્તો કરીશ. આટલું કહીને રાજભારતી કાર લઈને નીકળી ગયા હતા.
    " isDesktop="true" id="1326234" >

    આશ્રમનાં માજી સાથે પણ થઇ હતી વાત


    બહાર નીકળ્યા પછી તેમણે મિત્ર સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, તે ચાંપરડા આશ્રમ જઈ રહ્યા છે પછી મળીએ. એમણે ફરીથી ફોન કરતાં તેમનો ફોન લાગ્યો ન હતો. રાજભારતીબાપુએ ખડિયા નજીક એક મિત્રની વાડીમાં પહોંચી ત્યાંથી આશ્રમમાં રહેતા માજીને પણ ફોન કર્યો હતો. જેમાં તેમણે પૂછ્યું હતુ કે, માં તું શું કરે છે. માજીએ કહ્યું કે, હું ધુણા નજીક પૂજા કરું છું. જે બાદ તેમણે ફોન મુકી દીધો હતો. જેની થોડા સમય બાદ જ સમાચાર મળ્યા હતા કે, તેમણે આપઘાત કરી લીધો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: આપઘાત, ગુજરાત, જૂનાગઢ

    विज्ञापन
    विज्ञापन