Home /News /junagadh /જૂનાગઢ: રાજ ભારતી બાપુએ કરી લીધો આપઘાત, વિવાદિત વીડિયો અને ઓડિયો થયા હતા વાયરલ

જૂનાગઢ: રાજ ભારતી બાપુએ કરી લીધો આપઘાત, વિવાદિત વીડિયો અને ઓડિયો થયા હતા વાયરલ

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજ ભારતી બાપુએ પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં માથા પર ગોળી મારીને જીવન ટુંકાવી દીધું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજ ભારતી બાપુએ પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં માથા પર ગોળી મારીને જીવન ટુંકાવી દીધું છે.

    જૂનાગઢ: ખેતલીયા આશ્રમના મહંત રાજ ભારતી બાપુએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે, રાજ ભારતી બાપુએ રિવોલ્વર વડે આપઘાત કરી લીધો છે. આ અંગે હાલ સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, વહેલી સવારથી કથિત ઓડિયો અને વીડિયો અંગે રાજ ભારતી બાપુ ચર્ચામાં હતા.

    રાજ ભારતી બાપુનો થોડા દિવસ પહેલા વિવાદિત વીડિયો અને ઓડિયો વાયરલ થયો હતો. જે વીડિયોમાં તેઓ દારૂ પીતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત તેમના કેટલાક ઓડિયો પણ વાયરલ થયા હતા. જે બાદ સાધુસંતો અને તેમના અનુયાયીઓમાં ધૃણાનો ભાવ જોવા મળી રહ્યો હતો. જેના કારણે તેઓ તણાવમાં આવ્યાં હોવાનું જાણવ મળી રહ્યું છે. આ તમામ ઓડિયો અને વીડિયો વાયરલ થયા બાદ રાજ ભારતી બાપુએ આ અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચા થઇ રહી છે.

    આ પણ વાંચો: આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનુ નિધન

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજ ભારતી બાપુએ પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં માથા પર ગોળી મારીને જીવન ટુંકાવી દીધું છે. પોતાની લાયસન્સવાળી પિસ્તોલથી માથામાં ગોળી મારતાં લોહીલુહાણ હાલતમાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.



    જોકે, તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતુ. હવે પોલીસે ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. પોલીસ તેમના ઘરમાં તપાસ પણ કરી રહી છે. આ ઉપરાંત તેમના નજીકનાં વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: આપઘાત, ગુજરાત, જુનાગઢ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन