Home /News /junagadh /Junagadh : અહીં ભગવાન બન્યા બાળક: રમકડાં, પુસ્તક અને ગરમ વસ્ત્રનો શણગાર

Junagadh : અહીં ભગવાન બન્યા બાળક: રમકડાં, પુસ્તક અને ગરમ વસ્ત્રનો શણગાર

X
ભગવાનને

ભગવાનને તૈયાર કરવામાં આવેલ વાઘા

ધનુર માસનો પ્રારંભ એટલે કમુરતાનો પ્રારંભ. કમુરતામાં શુભ કર્યો થતા નથી. ત્યારે જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરે ભગવાનને ગરમ વસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ રમકડાં આપવામાં આવ્યા હતા.સ્કૂલે જતા બાળકનો શણગાર કરવા આવ્યો હતો.

Ashish Parmar, Junagadh : ધનુર માસનો પ્રારંભ થતાં જૂનાગઢના મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ઠંડીથી બચવા માટે વાઘા પહેરાવી અને સ્કૂલે જવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. જેમ બાળક સ્કૂલે જાય અને તેને ઠંડીથી બચવા માટે સ્વેટર પહેરાવવામાં આવે,તેને રમવા માટે રમકડાઓ આપવામાં આવે, ભણવા માટે પુસ્તકો આપવામાં આવે એ જ રીતે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને પણ આ તમામ વસ્તુનો શણગાર કરવામાં આવ્યો હતો.


મંદિર નો ઇતિહાસ છે ઘણો જૂનો



મુખ્ય સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ પર આવેલું છે. સ્વામિનારાયણ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. અનેક લોકવાયકાઓ અને વાસ્તવિકતા સાથે મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે. ભગવાનને અનોખો શણગાર જોઈ ભક્તો અભિભૂત થઈ ગયા હતા. ભગવાનને આવો શણગાર દર વર્ષે કરવામાં આવે છે.


ભગવાનને સ્કૂલ માટે શા માટે તૈયાર કરાયા



અહીંના કોઠારી સ્વામીજીનું જણાવ્યું હતું કે, બાળક જ્યારે સ્કૂલે જાય ત્યારે તેને ઠંડીથી બચવા માટે સ્વેટર અને ઉનના વસ્ત્રો પહેરાવવામાં આવે છે,એ જ રીતે ભગવાનને પણ ઠંડી લાગે છે. જેથી તેમને ઠંડીથી બચાવવા માટે આ શણગાર કરાયો છે. આ સાથે બાળકને રમવા માટે રમકડાની જેમ જરૂર પડે તે રીતે ભગવાનને પણ રમવા માટે રમકડા પણ મૂકવામાં આવ્યા છે. ધનુર માસનો પ્રારંભ એટલે કે કમુરતાનો પણ સાથે પ્રારંભ થાય છે. કમુરતાના સમયમાં કોઈપણ શુભ કાર્ય હાથ ધરવામાં આવતું નથી, જેથી ધનુર માસના પ્રારંભ પ્રસંગે ભગવાનને આ પ્રકારનો શણગાર કરવામાં આવ્યો હતો.

First published:

Tags: Junagadha, Local 18, Swaminarayan

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો