Home /News /junagadh /લીલી પરિક્રમા જઇ રહ્યા છો? તો જાણી લો એસટી નિગમે કરી છે ખાસ વ્યવસ્થા

લીલી પરિક્રમા જઇ રહ્યા છો? તો જાણી લો એસટી નિગમે કરી છે ખાસ વ્યવસ્થા

બસ સ્ટેશનથી ચાલીને પરિક્રમાના ગેટ સુધી લોકોએ જવું નહીં પડે

Lili Parikrama: જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે લાખો લોકો ઉમટી પડ્યા છે, ત્યારે એસટી નિગમ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ: લીલી પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે. લાખો લોકો લીલી પરિક્રમા કરવા માટે જૂનાગઢના ગિરનાર તળેટી પર ઉમટે  છે અને પરિક્રમા કરી પુણ્યનું ભાથું બાંધે છે. કહેવાય છે કે, નસીબદાર હોય તે જ ગિરનારની પરિક્રમા કરી શકે છે. પ્રકૃતિના સૌંદર્ય વચ્ચે ગિરનારની પરિક્રમા કરવી એક લ્હાવો હોય છે. લોકો પણ લીલી પરિક્રમા કરવા માટે દૂર-દૂરથી આવે છે અને ગિરનારી પરિક્રમા ક્યારે શરૂ થાય તેની રાહ જોતા હોય છે. જોકે, હવે જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે લાખો લોકો ઉમટી પડ્યા છે, ત્યારે એસટી નિગમ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

બસ સ્ટેશનથી ચાલીને પરિક્રમાના ગેટ સુધી લોકોએ જવું નહીં પડે

જૂનાગઢ તરફ જવા માટે ખૂબ જ ટ્રાફિક હોય છે, ત્યારે જૂનાગઢ સુધી પહોંચવા અને જૂનાગઢના બસ સ્ટેન્ડથી ગિરનાર પર્વત એટલે કે પરિક્રમા જ્યાંથી શરૂ થાય ત્યાં સુધી પહોંચવા માટે એસટી નિગમ દ્વારા મીની બસો ચલાવવામાં આવે છે. બસ સ્ટેશનથી ચાલીને પરિક્રમાના ગેટ સુધી લોકોએ જવું નહીં પડે.

આ પણ વાંચો: પૂર્વ મંત્રી અને ધારાસભ્યનો અંગત મદદનીશ બન્યો ગઠિયાઓનો ભોગ!

250 બસ લીલી પરિક્રમા માટે દોડાવવામાં આવી રહી છે

એસટી નિગમના સચિવ કેડી દેસાઈએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે. લાખો સંખ્યામાં યાત્રાળુઓ આવી રહ્યા છે, ત્યારે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને સમયસર બસ મળી રહે તે માટે જૂનાગઢ ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. સાથે જ રાજકોટ અને જામનગર વિભાગમાંથી પણ એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. 250 જેટલી બસ છે, જે લીલી પરિક્રમા માટે દોડાવવામાં આવી રહી છે. જૂનાગઢના બસ સ્ટેશન પર પહોંચી ગયા બાદ જૂનાગઢ બસ સ્ટેન્ડથી ગિરનારની લીલી પરિક્રમાના પથ સુધી પહોંચવા માટે મીની બસો ચલાવવામાં આવશે. જેના કારણે યાત્રાળુઓને એક સારી સુવિધા મળી રહેશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Gujarat News, Junagadh news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन