Home /News /junagadh /Junagadh: શ્વાનની પાછળથી આવી દીપડાએ કર્યો શિકાર, ઘટના CCTVમાં કેદ

Junagadh: શ્વાનની પાછળથી આવી દીપડાએ કર્યો શિકાર, ઘટના CCTVમાં કેદ

X
દીપડાએ

દીપડાએ કર્યો કૂતરાનો શિકાર

જૂનાગઢ શહેરમાં અવારનવાર સિંહ,દીપડા સહિતનાં વન્ય પ્રાણીઓ આવી ચઢે છે. ત્યારે વધુ એક વખત શહેરનાં આંબેડકરનગરમાં દીપડો આવી ચઢયો હતો અને શ્વાનનો શિકાર કર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

Ashish Parmar, Junagadh: જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં ફરી એક વખત વન્યપ્રાણીએ દેખા દીધી છે. અવારનવાર વન્ય પ્રાણીઓ જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં આવી ચઢે છે. ફરી એક વખત જૂનાગઢનાં આંબેડકરનગર વિસ્તારમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

અવારનવાર દીપડાઓ અને અન્ય વન્ય પ્રાણીઓ સોસાયટીમાં આવી ચઢે

જૂનાગઢ શહેરમાં અવારનવાર વન્ય પ્રાણીઓ શહેરના રહેણાંક વિસ્તારમાં આવી ચઢે છે. આ પહેલા પણ સિંહ પરિવાર શહેરમાં જોવા મળ્યો હતો. ત્યારે ફરી એક વખત દીપડાએ પણ દેખા દેતા રહીશો રાત્રિના સમયે હવે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.



શ્વાનનો શિકાર થયો સીસીટીવીમાં કેદ

સીસીટીવીમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, દીપડો પાછળથી આવી રહ્યો છે અને કુતરાનો શિકાર કરી છે. રહેણાંક વિસ્તારના ઇન્સ્ટોલ કરેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે. વારંવાર આ ઘટના સામે આવતી હોય છે. ત્યારે વધુ એક વખત વીડિયો સામે આવતા રહીશો ફફડી ઊઠ્યા છે.
First published:

Tags: CCTV Footage Viral, Junagadh news, Local 18

विज्ञापन