Home /News /junagadh /જૂનાગઢ: દાદાના હાથમાંથી બાળકીને ઝૂંટવીને દીપડો ભાગ્યો!

જૂનાગઢ: દાદાના હાથમાંથી બાળકીને ઝૂંટવીને દીપડો ભાગ્યો!

જૂનાગઢના સોનરડી ગામે એક બાળકી પર દીપડાએ હુમલો કર્યો

Junagadh leopard attack: જૂનાગઢના સોનરડી ગામે એક બાળકી પર દીપડાનો હુમલો. દાદાના હાથમાંથી બાળકીને ઝૂંટવીને દીપડો ભાગી ગયો

જૂનાગઢ: જૂનાગઢના સોનરડી ગામે એક બાળકી પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સોનરડીના પ્લોટ વિસ્તારમાં દાદાના હાથમાંથી બાળકીને ઝૂંટવીને દીપડો ભાગી ગયો હતો. ઘટનાને પગલે દાદાએ બુમાબુમ કરતાં ગ્રામજનો ભેગા થઇ ગયા હતા અને દીપડાને ભગાડ્યો હતો. દીપડો બાળકીને મૂકીને ભાગી ગયો હતો. આ હુમલામાં બાળકીનું મૃત્યુ થયું છે.

દીપડાએ છલાંગ મારી દાદાના હાથમાંથી બાળકીને ઝૂંટવી લીધી

જૂનાગઢના સોનરડી પ્લોટ વિસ્તારમાં બાળકી પર દીપડાના હુમલાને પગલે ચકચાર મચી જવા પામી છે. અહીં દાદા બાળકીને લઇને ઉભા હતા, ત્યારે અચાનક જ ક્યાંકથી દીપડો આવી ચડ્યો હતો. દાદા કંઇ સમજે તે પહેલાં જ દીપડાએ છલાંગ મારી દાદાના હાથમાંથી બાળકીને ઝૂંટવી લીધી હતી. દાદાએ બુમાબુમ કરતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. જ્યારે દીપડો બાળકીને મૂકીને ભાગી ગયો હતો. દીપડાના હુમલામાં બાળકીનું મૃત્યુ થયું છે. બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.


આ પણ વાંચો: બનાસકાંઠા: દોઢ માસ પહેલા દફનાવેલ મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો!

શું કહે છે મૃતક બાળકીના દાદા?

મૃતક બાળકીના દાદા જીવરાજભાઈ રઠોડે જણાવ્યું કે, તેઓ બાળકીને હાથમાં લઇને ચાલતાં-ચાલતાં જઇ રહ્યા હતા, ત્યારે બાવળાની ઝાડીઓમાંથી અચાનક જ દીપડો આવી ચડ્યો હતો. તેણે છલાંગ મારી તેમના હાથમાંથી બાળકીને ઝૂંટવી લીધી હતી. તે બાળકીને લઇને ભાગ્યો હતો. જે બાદ ઘરમાં રહેલા લોકો બહાર દોડી આવ્યા હતા અને બુમાબુમ કરી હતી. નોંધનીય છે કે, બુમાબુમ કરતાં ગ્રામજનો ભેગા થઇ ગયા હતા અને દીપડાને ભગાડ્યો હતો. દીપડો બાળકીને મૂકીને ભાગી ગયો હતો. આ હુમલામાં બાળકીનું મૃત્યુ થયું છે.
First published:

Tags: Gujarat News, Junagadh news, Leopard attack