જૂનાગઢના બિલખા રોડ પર અવારનવાર સિંહ પરિવાર જોવા મળતો હોય છે ત્યારે વધુ એક વખત હાલમાં ચૂંટણીના સમયમાં કાર્યરત કરવામાં આવેલી ચેકપોસ્ટ પર એક સિંહણ જોવા મળી હતી જેનો વિડીયો હાલ વાઇરલ થયો છે.
Ashish Parmar Junagadh : સૌરાષ્ટ્ર એટલે સાવજ ની ધરતી કહેવામાં આવે છે જૂનાગઢના શહેરી વિસ્તારમાં અવારનવાર સિંહ પરિવાર સામે જોવા મળતો હોય છે ત્યારે વધુ એક વખત જૂનાગઢના બિલખા રોડ ઉપર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને જે ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે તે જગ્યાએ મોડી રાત્રીના એક સિંહણે દેખા દીધી હતી આ સિંહણને જોઈને હાજર સુરક્ષા કર્મીઓએ પણ આ ઘટનાને પોતાના કચકડે કેદ કરી લીધી હતી.
વારંવાર સિંહ પરિવાર જોવા મળે છે શહેરમાં
કેમેરામાં દેખાઈ રહેલ સિંહણ ફક્ત પહેલી વખત જ દેખાય તેવું નથી પરંતુ અવારનવાર સિંહ પરિવાર શહેરના જુદા જુદા વિસ્તારોમાં જોવા મળે છે વધુ એક વખત ગઈકાલે રાત્રે સિંહણ રસ્તા પર જોવા મળી હતી પરંતુ આ પહેલા પણ શહેરના ગાંધીગ્રામ વિસ્તાર , બિલખા રોડ વિસ્તાર પર પોતાના બચ્ચા સાથે સિંહણ દેખાય હતી.
અહી નજીકના વિસ્તારમાં જ સિંહ પરિવાર જોવા મળતો હોય છે.સિંહણ પોતાના બચ્ચા ની સાથે અવાર નવાર આ રોડ પર જોવા મળતા લોકોમાં પણ સિંહ પરિવારને જોવું હાલ સામાન્ય બની ગયું છે. ત્યારે વધુ એક વખત સિંહણે દેખા દેતા કોઇએ આ વિડીયો પોતાના કચકડે કેદ કરી લીધો હતો જે વિડિયો હાલ સોશિયલ મીડિયા માં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.