Home /News /junagadh /Junagadh: વર્ષ 2023 બાજરી વર્ષ તરીકે ઉજવાશે, ખેડૂતોએ સાથે બેસી ભોજન કર્યું

Junagadh: વર્ષ 2023 બાજરી વર્ષ તરીકે ઉજવાશે, ખેડૂતોએ સાથે બેસી ભોજન કર્યું

X
સંયુક્ત

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2023 ને બાજરી વર્ષ તરીકે જાહેર કરતાની સાથે જ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા આ મિશન ને વધુ વેગ મળે તે માટેની પહેલ કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2023 ને બાજરી વર્ષ તરીકે જાહેર કરતાની સાથે જ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા આ મિશન ને વધુ વેગ મળે તે માટેની પહેલ કરી છે.

Ashish Parmar, Junagadh: આજે આંતરરાષ્ટ્રીય કિસાન દિવસ છે ત્યારે જૂનાગઢના ધારાસભ્યએ ખેડૂતો સાથે બેસીને યુનેસ્કો દ્વારા 2023 ના વર્ષને  બાજરી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તે પહેલને પણ આવકારી હતી. ત્યારે બધા ખેડૂતો બેસીને બાજરી નો ખોરાક આરોગ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2023 ને બાજરી વર્ષ તરીકે જાહેર કરતાની સાથે જ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા આ મિશનને વધુ વેગ મળે તે માટેની પહેલ કરી છે.

આ છે યુનેસ્કો ની જાહેરાત



સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આગામી 2023 ના વર્ષને બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદિ પાકો માટે પણ અપીલ કરી છે ત્યારે ગુજરાતમાં પ્રથમ એવા જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા આ અપીલને અનુસરવામાં આવી રહી છે.

તેથી આજે આંતરરાષ્ટ્રીય ખેડૂત દિન નિમિત્તે ધારાસભ્ય સંજય કોરડીયા એ ખેડૂતો સાથે ચર્ચા કરી અને બાજરી પાકો અંગે વધુ ઉત્પાદન મેળવવા માટે શું કરી શકાય તે અંગે માહિતી મેળવી હતી. સાથે સાથે આજે તેઓએ ગામડામાં જઈને બાજરી વર્ષ તરીકે ઉજવણી કરવા માટે બાજરીના રોટલા નું ભોજન ગ્રહણ કરી ખેડૂતો સાથે ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી હતી.

પોતાના મતવિસ્તારમાં બાજરી પાકો નું ઉત્પાદન વધારવા અંગે પણ ખેડૂતોને અપીલ કરી હતી અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જે બાજરી વર્ષ તરીકેની ઉજવણી કરવા માં આવી રહી છે તે માટે પણ તેઓએ આગવી પહેલ કરી લોકોને પણ પોતાના ખોરાકમાં બાજરાનું સેવન કરે તેવી અપીલ પણ કરી છે.

બાજરી નું છે આ મહત્વ



ભારત દેશ સહિત વિશ્વમાં બાજરીના પાકનું વાવેતર થાય છે.આ બાજરીના લોટમાં કેલ્શિયમ , મેગ્નેશિયમ અને વીટામીન - બી ભરપુર પ્રમાણ માત્રામાં હોય સંયુક્ત રાષ્ટ્ર સંઘે 2023 ના વર્ષને બાજરી વર્ષ તરીકે જાહેર કર્યુ છે અને લોકો બાજરીને આહારમાં સામેલ કરે તેવી અપીલ કરી છે .

ગુજરાત રાજ્યમાં બાજરીનો ઉપયોગ વધુ છે.બાજરીના ફાયદાઓ સવિશેષ પ્રમાણમાં છે . એમાં પણ તેના લોટમાંથી બનાવેલા રોટલા મોટા પ્રમાણમાં કાઠીયાવાડમાં બાજરાનો રોટલો તરીકે ખોરાક માં લેવામાં આવે છે.
First published:

Tags: Farmer in Gujarat, Junagadh news, Local 18