Home /News /junagadh /Junagadh: નેસડામાં શિક્ષણની જ્યોત પ્રગટાવે છે આ સંત, આટલા બાળકોને કર્યા શિક્ષિત

Junagadh: નેસડામાં શિક્ષણની જ્યોત પ્રગટાવે છે આ સંત, આટલા બાળકોને કર્યા શિક્ષિત

X
બાળકોનું

બાળકોનું ફૂલથી સ્વાગત કરાયું

ગીરનું જંગલ તો વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ જંગલમાં આવેલા નેસમાં વસવાટ માલધારી પરિવારના ભુલકાઓમાં રહેલા વંશ પરપરાગત કૌશલ્યને વિશ્વ સમક્ષ મૂકવાનો વિચાર આવતાં લોકભારતી સણોસરા દ્વારા કરવામાં આવ્યો છે.

Ashish Parmar Junagadh: ગીરનું જંગલ તો વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ જંગલમાં આવેલા નેસમાં વસવાટ માલધારી પરિવારના ભુલકાઓમાં રહેલા વંશ પરપરા ગત કૌશલ્યને વિશ્વ સમક્ષ મૂકવાનો વિચાર આવતાં લોકભારતી સણોસરા દ્વારા કરવામાં આવ્યો છે. આ સંસ્થાના 125 તાલીમી શિક્ષકો નેશ વિસ્તારમાં છે.

દરેક લોકો રાષ્ટ્ર માટે આગળ આવે

ચાપરડા વિદ્યાધામના સંચાલક મુક્તાનંદ બાપુએ પોતાના વક્તવ્યમાં સંદેશ આપતા જણાવ્યું હતું કે આ રાષ્ટ્ર માટે દરેક લોકો જો સેવા માટે આગળ આવશે તો અવશ્ય ખૂબ સારું પરિણામ રાષ્ટ્રને મળી શકશે હાલમાં ગીર વિસ્તારમાં રહીને આ 125 શિક્ષકો પોતાની રીતે જે વિદ્યાર્થીઓ માટે પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે તો આ બાબતની પ્રશંસા પણ મુક્તાનંદ બાપુએ કરી હતી.



આગામી 30 જાન્યુ 2023 સુધી ગીર નેસમાં

ગીર ના નેસડામાં વસતા માલધારી પરિવારને મળી વ્યવસ્થાના અભાવે શાળાએ ન જઇ શકતા તેમના ભૂલકાઓને શોધી વાંચન , ગણન , લેખન એમ ત્રણ તબક્કામાં શિક્ષણમાં રુચિ લેતા થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.



31 ગામની 37 શાળાઓ અને આંગણવાડીમાં અભ્યાસ

આ કાર્યમાં બ્રહ્મચારી ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ ચાપરડા દ્વારા જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 31 ગામના 37 શાળા અને 44 આંગણવાડી આ બંને જિલ્લાના 70 નેસ વિસ્તારમાં આનંદ ધારા પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને શિક્ષણ વ્યવસાયલક્ષી રોજગારી પશુપાલન આરોગ્ય સહિતના વિવિધ પ્રોજેક્ટ પર સેવાયજ્ઞ હાલમાં ચાલી રહ્યો છે.



હાલના પ્રોજેક્ટનું નામ વિદ્યા ઉત્સવ પ્રોજેક્ટ

હાલમાં આ પ્રોજેક્ટનું નામ વિદ્યા ઉત્સવ પ્રોજેક્ટ આપવામાં આવ્યું છે જેમાં ગીરમાં નેસડાઓમાં આવેલી શાળાઓમાં જે દેશ વિસ્તારના બાળકો પહોંચી નથી શક્યા તે ભૂલકાઓને શોધીને તેમાં રહેલા કૌશલ્યને શોધવાનો પ્રયાસ કરવા માટે આ દેશની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પણ શિક્ષણનો અભિગમ સમજાય તે માટે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં લોકભારતી સણોસરા સંસ્થાના 125 તાલીમી શિક્ષકો 30 જાન્યુઆરી સુધી નેસવિસ્તારમાં શિક્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

આટલી પ્રવૃત્તિઓ શીખવવામાં આવી રહી છે

આ નેસ વિસ્તારમાં રહેલા માલધારી પરિવારના ભૂલકાઓમાં પરંપરાગત કૌશલ્યો ખીલતા હોય છે જેમાં લોકગાયન રમતગમત સહિતની અનેક પ્રવૃત્તિઓમાં પણ તેઓ આગળ હોય છે તે દિશામાં પણ હાલમાં તેઓને માર્ગદર્શન આપી અને પોતાના જીવનમાં આગળ વધવા માટે હાલમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.



પ્રખ્યાત સાહિત્યકાર રાજભા ગઢવી પણ માલધારી પરિવારમાંથી આવે છે

પ્રખ્યાત સાહિત્યકાર રાજભા ગઢવી પણ માલધારી પરિવારમાંથી આવે છે. હાલમાં તેઓ સાહિત્ય ક્ષેત્રે વિશ્વફલક પર ખ્યાતિ પામ્યા છે. ત્યારે હાલમાં વિદ્યાર્થીઓને આગળ વધવા નેશ વિસ્તારમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો ?

શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે ?

તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો ?

તો અમને જાણ કરો.

મો. : 7048367314.
First published:

Tags: Education News, Junagadh news, Local 18

विज्ञापन