Home /News /junagadh /Junagadh: યાર્ડમાં અનાજ અને કઠોળની જબ્બર આવક, ખેડૂતોને આટલા ભાવ મળ્યાં

Junagadh: યાર્ડમાં અનાજ અને કઠોળની જબ્બર આવક, ખેડૂતોને આટલા ભાવ મળ્યાં

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ

જૂનાગઢમાં યાર્ડમાં વિવિધ જસણીની સારી એવી આવક થઇ રહી છે. તેમજ સારા ભાવ મળી રહ્યાં છે. જૂનાગઢ યાર્ડમાં આજે તુવેરનાં એક મણનાં 1558 રૂપિયા ભાવ રહ્યાં હતાં અને જીરૂંનાં એક મણનાં 5200 રૂપિયા ભાવ રહ્યા; હતાં.

Ashish Parmar, Junagadh: જ્યારથી ખેડૂતોએ ઓપન માર્કેટમાં પોતાનો પાક વેચવાની શરૂઆત કરી છે ત્યારથી ખેડૂતોને પોતાના વળતરમાં ખૂબ ફાયદો થઈ રહ્યો છે. આજે પણ સંપૂર્ણ માર્કેટિંગ યાર્ડ અનાજ અને કઠોળની આવકથી ઉભરાયું હતું. તેમાં અલગ અલગ પ્રકારના ધાન્યની આવક થઈ હતી.

7 મુખ્ય પાકની કુલ 4363 ક્વિન્ટલ ની આવક નોંધાઇ

જૂનાગઢ યાર્ડમાં જે રીતે અલગ અલગ પાકોના ભાવ સારા મળ્યાં.જેમાં આવક પણ ખૂબ સારી નોંધાય છે અને કુલ સાત મુખ્ય પાકો જેમાં ઝીણી મગફળી,

તુવેર ,જાડી મગફળી, તલ, જીરુ, સીંગદાણા જાડા અને સોયાબીનની સારી આવક અને ખેડૂતોને આ પાકોનું સારું એવું વળતર પણ મળ્યું છે.

યાર્ડમાં કેટલી આવક અને તેના ભાવ કેટલા રહ્યા ?
જણસી ભાવ આવક

તુવેર 1558 2796

જીણી મગફળી 1380 202

જાડી મગફળી 1538 270

તલ 3460 43

જીરૂં 5200 10

સીંગદાણા 1651 4

સોયાબીન 1100 1038

(ભાવ એક મણનાં છે અને આવક ક્વિન્ટલમાં છે)

સૌથી વધુ આવક 2796 ક્વિન્ટલ તુવેરની નોંધાઈ
જૂનાગઢ યાર્ડમાં આજે બધા પાકોની આવકમાં વધઘટ જોવા મળી હતી. જેમાં સૌથી વધુ આવક તુવેરની 2796 ક્વિન્ટલ નોંધાઈ હતી,

ત્યારબાદ સોયાબીનની 1038 ક્વિન્ટલ આવક નોંધાઈ. ત્યારબાદ ઝીણી મગફળીની 202 ક્વિન્ટલ , જાડી મગફળી 270 ક્વિન્ટલ, તલની 43 ક્વિન્ટલ અને જીરુંની 10 ક્વિન્ટલ આવક નોંધાઈ છે. સૌથી ઓછી આવક સીંગદાણા ની ફક્ત 4 ક્વિન્ટલ નોંધાઈ
First published:

Tags: Junagadh news, Local 18, Market yard