Home /News /junagadh /જૂનાગઢ: માંગરોળ કોંગ્રેસમાં ભારે વિવાદ, MLA બાબુભાઈ વાજાનો વિરોધ

જૂનાગઢ: માંગરોળ કોંગ્રેસમાં ભારે વિવાદ, MLA બાબુભાઈ વાજાનો વિરોધ

કોંગ્રેસ ધારાસભ્ય બાબુભાઈ વાજાનો વિરોધ સામે આવી રહ્યો છે.

Gujarat assembly election 2022: જૂનાગઢના માંગરોળ કોંગ્રેસમાં ભારે વિવાદ. કોંગ્રેસ MLA બાબુભાઈ વાજાનો વિરોધ. મુસ્લિમ સમાજ સહિત આગેવાનોનો રોષ

    જૂનાગઢ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પાર્ટીએ 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, ત્યારે આવા સમયે જૂનાગઢના માંગરોળ કોંગ્રેસમાં ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય બાબુભાઈ વાજાનો વિરોધ સામે આવી રહ્યો છે. મુસ્લિમ સમાજ સહિત આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. માંગરોળમાં મુસ્લિમ સમાજને ટિકિટ આપવાની માગ કરાઇ રહી છે. આ અંગે સાંસદ શક્તિસિંહ ગોહિલને રજૂઆત કરી હતી. શક્તિસિંહે બાબુભાઈનો ઉલ્લેખ કરતા નારાજગી સામે આવી છે. માંગરોળ બેઠક પર મુસ્લિમ સમાજનું પ્રભૂત્વ છે.

    માંગરોળ કોંગ્રેસમાં આંતરીક વિખવાદ સપાટી પર

    ગઈકાલે કોંગ્રેસની પરિવર્તન યાત્રા માંગરોળ પહોંચી હતી. શક્તિસિંહ સહિતના કોંગ્રેસના નેતાઓની આગેવાનીમાં યાત્રા યોજાઈ હતી, ત્યારે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય બાબુભાઇ વાજાનો વિરોધ સામે આવ્યો છે. શક્તિસિંહને મળી મુસ્લિમ સમાજ સહિત અન્ય જ્ઞાતિના આગેવાનોએ ઉમેદવાર બદલવાની માંગ કરી છે. ઉમેદવારને લઈને કોંગ્રેસમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. શક્તિસિંહના વક્તવ્યમાં બાબુભાઈનો ઉલ્લેખ થતાં કોંગી કાર્યકરોમાં રોષ છે.

    માંગરોળ સીટ પર સૌથી વધુ મુસ્લિમ મતદારો છે, ત્યારે લઘુમતી સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની પણ માંગ કરાઇ રહી છે. માંગરોળ શહેર કોંગ્રેસ પ્રમુખે પોતે વિરોધ કર્યો છે. હજુ નામ જાહેર થાય તે પહેલા માંગરોળ કોંગ્રેસમાં આંતરીક વિખવાદ સપાટી પર આવ્યો છે.

    આ પણ વાંચો: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: કોણ કપાયું, કોની પર ફરી લગાવાયો દાવ?

    કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર

    નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પાર્ટીએ 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં અર્જુન મોઢવાડિયાને પોરબંદર, જસદણથી ભોલાભાઇ ગોહિલને રિપિટ કરાયા છે. કુંતિયાણાથી નાથાભાઇ ઓડોદરાને ટિકિટ મળી છે. ગાંધીનગર દક્ષિણથી ડો. હિમાંશું પટેલને ટિકિટ ફાળવાઇ છે. કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 7 મહિલા અને 5 SC ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. જ્યારે 11 આદીવાસી ઉમેદવારો, 7 અન્ય સવર્ણ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Congress Gujarat, Gujarat Assembly Elections 2022, Gujarat News

    विज्ञापन
    विज्ञापन