Home /News /junagadh /જૂનાગઢ: 'રસ્તે' આવતી મહિલાને ઉડાવી દેવાઇ; સનસનીખેજ ખુલાસો અને આંખો પહોળી કરતો વીડિયો

જૂનાગઢ: 'રસ્તે' આવતી મહિલાને ઉડાવી દેવાઇ; સનસનીખેજ ખુલાસો અને આંખો પહોળી કરતો વીડિયો

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

Junagadh Crime: આરોપીના રસ્તામાં આવતી મહિલાને કેવી સ્માર્ટ રીતે દૂર કરી દેવાઇ તેના પૂરાવા સીસીટીવી ફૂટેજ છે.

    જૂનાગઢ: આરોપીઓ ગુનાખોરીને અંજામ આપવા મગજ ચકરાવી દેતાં હથકંડા અપનાવતા હોય છે. ગુનાખોરીની કેટલીક ઘટનાઓ સાંભળીને લોકો સમસમી ઉઠતાં હોય છે, પરંતુ પોલીસ સામે આવી ગુનેગારોની ચાલાકી હંમેશા ટૂંકી પડતી હોય છે. જૂનાગઢ વિસ્તારમાં બનેલી એક ઘટના આમ તો અકસ્માત અથવા હિટ એન્ડ રન જ લાગતી હતી. સીસીટીવી ફૂટેજ જોઇને ભલભલા કહી શકે કે આ તો હિટ એન્ડ રન જ છે. જોકે, ઘટનાની ઊંડાણમાં ઉતરેલી પોલીસ તપાસમાં જે હકિકત સામે આવી છે, તે માની શકાય તેવી નથી. આ કોઇ હિટ એન્ડ રન નહીં, પરંતુ પ્લાનિંગપૂર્વક કરાયેલી હત્યા હતી. આરોપીના રસ્તામાં આવતી મહિલાને કેવી સ્માર્ટ રીતે દૂર કરી દેવાઇ તેના પૂરાવા સીસીટીવી ફૂટેજ છે. જોકે, પોલીસ આ સમગ્ર મામલાને ઉકેલવામાં સફળ રહી છે.

    જૂનાગઢ વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે ઘટનાની તપાસ કરતા નવો જ વળાંક આવ્યો છે. હિટ એન્ડ રન અકસ્માત નહી પણ ઈરાદાથી કરેલી હત્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીએ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસને શંકા જતાં ઊંડાપૂર્વકની તપાસ કરતાં કંઇક અલગ જ સત્ય સામે આવતાં ચકચાર મચી છે. જ્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે ગાડી દ્વારા મહિલાને ઉડાવવામાં આવી હતી.


    આ પણ વાંચો: અમદાવાદ: ગોમતીપુરમાં અંગત અદાવતમાં ફાયરિંગ કરી હત્યા કરનાર બે ઝડપાયા

    જૂનાગઢમાં સુખનાથ ચોક વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં ફિલ્મી વળાંક આવ્યો છે. કારચાલકે મહિલાને અડફેટે લેતાં મહિલાનું મોત થયું હતું. જે મામલે મૃતક મહિલાના ભાઇની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે પોલસી તપાસમાં સમગ્ર ઘટનામાં નવો જ વળાંક આવ્યો છે. હિટ એન્ડ રન અકસ્માત નહીં પણ ઈરાદાથી કરેલી હત્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીએ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જે નિષ્ફળ ગયો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

    થોડા દિવસ પહેલા જૂનાગઢમાં સુખનાથ ચોક વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં હસીનાબેન ચૌહાણનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે મૃતક મહિલાના ભાઇની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પ્રથામિક તપાસમાં આ સમગ્ર મામલો અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ પોલીસે શંકાને આધારે સીસીટીવી ફૂટે જ તપાસ્યા હતા. જે બાદ કારના નંબરના આધારે પોલીસ કારચાલક સુધી પહોંચી હતી અને તેની સધન તપાસ હાથ ધરી હતી. પોલીસે કારચાલક આદિલ ખાનની પૂછપરછ હાથ ધરતાં હકિકત સામે આવી હતી કે, મૃતક મહિલા આરોપીના સંબંધમાં અને વ્યવહારમાં આડે આવતી હોઇ આરોપી આદિલખાને હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. આરોપીએ કાર દ્વારા પાછળથી મહિલાને ટક્કર મારી હતી અને નાસી છૂટ્યો હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: CCTV footage, Gujarat News, Hit and run case, Junagadh crime

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन